Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

પંજાબ નેશનલ બેન્ક દ્વારા ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ફેરફાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. નવા દર આજથી લાગૂ થઈ ગયા છે. બેન્કે ડિપોઝિટ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 7-14 દિવસ અને 15-29 દિવસની મેચ્યોરિટી પર 4.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સીનિયર સિટીઝલ માટે વ્યાજદર 5 ટકા છે. પહેલા આ સમયગાળા માટે 2 કરોડ સુધીની ડિપોઝિટ પર 5 ટકા અને 5.5 ટકા વ્યાજ દર મળી રહ્યો હતો.

30-45 દિવસની ડિપોઝિટ પર વ્યાજ દર 4.5 ટકા અને સીનિયર સિટીઝન માટે 5 ટકા છે. 46-90 દિવસ માટે વ્યાજદર 5.5 ટકા અને 6 ટકા છે. 91-179 દિવસ માટે પણ વ્યાજદર 5.5 ટકા અને 6 ટકા છે. 180-270 દિવસ માટે વ્યાજદર 6 ટકા અને 6.5 ટકા છે. 271 દિવસથી એક વર્ષ માટે વ્યાજદર 6.25 ટકા અને 6.75 ટકા છે.

1-3 વર્ષની મેચ્યોરિટી પીરિયડ પર બેન્કે વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે આ સમયગાળા માટે વ્યાજદર 6.5 ટકા અને સીનિયર સિટીઝન માટે વ્યાજદર 7 ટકા છે. 3-5 વર્ષ માટે તમામ વ્યાજદર 6.5 ટકા અને 7 ટકા છે. આ વ્યાજદર 5થી 10 વર્ષ માટે પણ છે.

(4:55 pm IST)