Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

બાબરી મસ્જીદ કેસ

રાજ્યપાલ પદ છોડતા જ હવે કલ્યાણ સિંહની મુશ્કેલીમાં વધારો થશે

સક્રીય રાજનીતિમાં પાછા ફરશેઃ ૫ મીએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કરશે

નવી દિલ્હી,તા.૨:  રાજસ્થાનના રાજ્યસભા કલ્યાણસિંહ બાબરી મસ્જીદ કેસમાં અપરાધિક ષડયંત્ર માટે કેસનો સામનો કરી શકે છે. બંધારણીય હોદાને કારણે તેમને જે છૂટ મળી છે તે તેમનો કાર્યકાળ પૂરો થતા જ સમાપ્ત થઇ શકે છે.સુત્રોએ આ માહિતી આપી હતી.

૧૯ એપ્રિલ ૨૦૧૭ના સુપ્રિમ કોર્ટ ભાજપાના સીનીયર નેતાએ લાલકૃષ્ણ અડવાણી , મુરલી મનોહર જોષી અને ઉમાભારતી વિરૂધ્ધ ગુન્હાહિત ષડયંત્રનલ આરોપ ફરીથી લગાવવાનો આદેશ આપ્યો હતો. તેણે સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ૧૯૯૨માં બાબરી મસ્જીદ વિવાદ વખતે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે રહેલા કલ્યાણસિંહને બંધારણની કલમ ૩૬૧ હેઠળ રાજ્યપાલોને બંધારણીય છૂટ મળેલ છે. જો કે, સુપ્રિમે સીબીઆઇને કલ્યાણસિંહ રાજ્યસભા પદેથી હટયા પછી તરત આરોપી તરીકે રજૂ કરવા માટે કહ્યું હતું.

 સુત્રોએ જણાવ્યું કે રાજ્યપાલ તરીકે સિંહનો કાર્યકાળ પુરો થઇ ગયો છે તો હવે તેમણે કેસનો સામનો કરવાનો વારો આવી શકે છે. જો સરકાર તેમને બીજા કોઇ બંધારણીય હોદા પર નિયુકત ન કરે સિંહને ત્રણ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ પાંચ વર્ષ માટે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુકત કરાયા હતા.

સિંહ વિરૂધ્ધ સીબીઆઇના કેસ અનુસાર, તેમણે યુપીના મુખ્ય પ્રધાન તરીકે રાષ્ટ્રીય એકતા પરિષદને આશ્વાસન આપ્યું હતું કે તે વિવાદીત સ્થળ પર ફકત સાંકેતિક કાર સેવાની પરવાનગી આપી હતી. પણ તેમણે પોતાના વચન વિરૂધ્ધ કામ કર્યું. ખાસ અદાલતે કહ્યું કે પ્રાથમિક દષ્ટિએ જણાઇ આવે છે કે તે ગુન્હાહિત ષડયંત્રમાં સામેલ હતા.

(11:42 am IST)