Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અડધા ભારતમાં ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડયો

ઓગસ્ટમાં સરેરાશ વરસાદની સરખામણીમાં ૧૫ ટકા વધુ વરસાદ નોંધાયો હતો

નવી દિલ્હી, તા.૨: ઓગસ્ટ મહિનામાં અડધા ભારતમાં વધુ વરસાદ પડ્યો હતો તેવું આઇએમડીએ કહ્યું હતું. ઓગસ્ટમાં સરેરાશ વરસાદની સરખામણીમાં ૧૫ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

આ અગાઉ જુલાઇમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો. આઇએમડી પૂણેના વડા ડી. પાઇએ કહ્યું કે સપ્ટેમ્બરમાં વરસાદ સરેરાશ વરસાદ જેવો રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે અલ નીનો હવે ન્યુટ્રલ બન્યું છે. ઇન્ડિયા ઓશન ડાઇપોલ સકારાત્મક રહ્યું હોવાથી ભારતમાં સારો વરસાદ પડ્યો છે.

જૂન મહિનામાં લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૮૭ ટકા એટલે કે ઓછો વરસાદ પડ્યો હતો. જુલાઇ મહિનામાં સરેરાશ વરસાદનો ૧૦૯ ટકા વરસાદ પડ્યો હતો.

૧૯૫૧ ને ૨૦૦૦ વર્ષ વચ્ચેના સરેરાશ વરસાદ ૮૯ સીએમ હોય છે. સમગ્ર ભારતનો એકંદર વરસાદ ૧ જૂનથી ૩૧ જૂન સુધી સરખો જ રહ્યો હતો તેવું નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વડા કે. સાથીદેવીએ કહ્યું હતું.

(9:54 am IST)