Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નારાવને બન્યા નવા સૈન્ય વાઇસ ચીફ:જનરલ દેવરાજ અંબુનું સ્થાન લીધું

લેફ્ટિનેન્ટ જનરલ નારાવને ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા.

નવી દિલ્હી :લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નારાવ આર્મી સ્ટાફના વાઈસ ચીફ પદે નિયુક્ત થયા છે. તેઓ 31 ઓગસ્ટે રિટાયર્ડ થયેલા લેફ્ટિનેન્ટ જનરલ દેવરાજ અંબુનું સ્થાન લીધું છે. લેફ્ટિનેન્ટ જનરલ નારાવને ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા.

સેનાએ કહ્યું કે, લેફટનન્ટ જનરલ નારાવને પૂર્વોત્તર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. તેઓ શ્રીલંકામાં ઓપરેશન પવન દરમિયાન ભારતીય શાંતિ સેનાનો પણ ભાગ હતા. લેફટનન્ટ જનરલ નારાવને જમ્મુ કાશ્મીરમાં તેમની કામગીરી માટે સમ્માનિત કરવામાં આવ્યા છે. તેઓ જ્યારે નાગાલેન્ડમાં આસામ રાઈફલ્સમાં ઈન્સપેક્ટર જનરલ હતા ત્યારે વિશિષ્ટ સેવા મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ પહેલા લેફ્ટનન્ટ જનરલ નારાવને સૈન્યની પૂર્વીય કમાન્ડનું નેતૃત્વ કરતા હતાં. જે ચીન સાથે જોડાયેલી ભારતની અંદાજીત 4000 કિલોમીટર લાંબી સરહદની દેખરેખ કરી રહ્યા હતાં. પોતાનાં 37 વર્ષનાં સેવાકાળ દરમિયાન તેમણે અનેક કમાન્ડમાં સર્વિસ કરી છે,જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આંતકવાદ વિરોધી અભિયાનમાં તેઓ સક્રિય રહ્યા અને ઘમા પદો પર જવાબદારી સંભાળી ચુક્યા છે.

તેઓ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સની એક બટાલિયન માં ઇન્ફ્રૈન્ટી બ્રિગેડનું નેતૃત્વ સંભાળી ચુક્યા છે. તેઓ શ્રીલંકામાં શાંતિ મિશન દલનો પણ ભાગ રહી ચુક્યા છે અને મ્યાનમારમાં ભારતીય દૂતાવાસમાં ત્રણ વર્ષ સુધી ભારતનાં રક્ષા એટેચ તરીકે કામગીરી કરી છે. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી અને ભારતીય સૈન્ય અકાદમીનાં પૂર્વ વિદ્યાર્થી છે.

(8:44 am IST)