Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રાજકોટમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 32 કેસ પોઝીટીવ : બપોરે 48 કેસ બાદ સાંજે નવા 32 કેસ નોંધાતા એક જ દિવસમાં 80 કેસ પોઝિટિવ : લોકોમાં ફફડાટ : કુલ કેસની સંખ્યા 1308 થઇ

રાજકોટમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 32 કેસ પોઝીટીવ નોંધાયા છે આજે બપોરે 48 કેસ બાદ સાંજે નવા 32 કેસ નોંધાતા એક જ દિવસમાં 80 કેસ પોઝિટિવ નોંધાતા  લોકોમાં ફફડાટ ફેલાયો છે 

  આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૩૨ (બત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  

 શહેરના કુલ કેસની સંખ્યા 1308 થઇ છે જેમાંથી 658 દર્દીઓ સારવાર હેઠળ છે  આજે વધુ 25 દર્દીઓ સાજા થતા  ડિસ્ચાર્જ કરાયા છે

 

(6:58 pm IST)