Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

BOM - યુકો બેંક - પંજાબ & સિંધનું ખાનગીકરણ કરવા ભલામણ

નીતિ આયોગે સરકારને જાહેર ક્ષેત્રની ત્રણ બેંકોનું ખાનગીકરણ કરવા ભલામણ કરી : તમામ ગ્રામિણ બેંકોના મર્જરની પણ સરકારને સલાહ આપી : NBFCને વધુ છૂટ આપવા પણ કહ્યું

નવી દિલ્હી તા. ૧ : નીતિ આયોગે સરકારને સૂચન કર્યું છે કે તે જાહેર ક્ષેત્રની ૩ બેંકોનું ખાનગીકરણ કરી દયે. આ બેંક છે પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર. આ સૂચનોમાં તમામ ગ્રામિણ બેંકોના મર્જરનું પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથોસાથ એનબીએફસીને વધુ છૂટ આપવા પણ જણાવ્યું છે.

આ સપ્તાહના પ્રારંભે એ બાબતના સમાચારો આવ્યા હતા કે સરકાર નુકસાનીમાં ચાલતા ઇન્ડિયા પોસ્ટને ગ્રામિણ બેંકો સાથે વિલય કરી શકે છે તે પછી એક નવી જાહેર ક્ષેત્રની બેંક બનશે જે નુકસાનને માત આપશે. ભારત સરકાર પોતાની અડધાથી વધુ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની યોજના બનાવે છે. સરકાર આની સંખ્યા ઘટાડી પાંચ કરવા જઇ રહી છે.

ખાનગીકરણની શરૂઆત બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, આઇઓબી, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકના શેર વેચવાથી થઇ શકે છે.

દરમિયાન બુધવારે પીએમ મોદીએ બેંકો અને એનબીએફસીના વડાઓ સાથે બેઠક યોજી હતી અને બેન્કીંગ સેકટરને પાટા પર લાવવાના ઉપાયો ઉપર ચર્ચા કરી હતી.

પંજાબ એન્ડ સિંધ, યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના ખાનગીકરણ માટે બેંકીંગ કંપનીઝ એકટ ૧૭૦માં ફેરફાર કરવો પડશે.

(12:00 am IST)