Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

યુ.એસ.માં ન્યુજર્સી સ્ટેટ સેનેટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી રૂપાંદે મહેતા માટે જીતવાના ઉજળા સંજોગો : સેનેટમાં બહુમતી ધરાવતી પાર્ટીના લીડરે સમર્થન ઘોષિત કર્યું

ન્યુજર્સી : ન્યૂજર્સીના 25 માં ડિસ્ટ્રિક્ટમાં યોજાનારી સ્ટેટ સેનેટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રૂપાંદેએ ઉમેદવારી નોંધાવી છે.ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સુશ્રી મહેતાને સેનેટમાં બહુમતી ધરાવતી પાર્ટીના લીડર લોરેટો વેનબર્ગે સમર્થન ઘોષિત કર્યું છે.તેઓ રિપબ્લિકન પાર્ટીના સેનેટર એન્થોની બુક્કો સામે ટક્કર લેશે.
સુશ્રી મહેતાએ એમ.બી.એ.કરેલું છે.તથા પબ્લિક એડ્મીનીસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે.તેઓ ડેનવિલેમાં પોતાના પતિ અને પુત્રી સાથે સ્થાયી થયેલા છે.

(5:47 pm IST)