Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કેનેડામાંથી અમેરિકામાં ગાંજો ઘુસાડવાના આરોપસર એક જ મહિનામાં ભારતીય મૂળના 3 નાગરિક ઝડપાયા

ન્યુયોર્ક : કૅનૅડામાંથી અમેરિકામાં ગાંજો ઘુસાડવાના આરોપસર એક જ મહિનામાં ભારતીય મૂળના 3 નાગરિક ઝડપાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 4296 કિલોગ્રામ જેટલો અને અંદાજે  20 મિલિયન ડોલરની કિંમત ધરાવતો ગાંજાનો જથ્થો ટ્રકમાં ભરી કૅનૅડામાંથી અમેરિકામાં ઘુસાડવાના આરોપસર 26 વર્ષીય પ્રજોત નાગરાની ધરપકડ થઇ છે.
તથા 816 કિલોગ્રામ જેટલો અને અંદાજે 2.5 મિલિયન ડોલર જેટલી કિંમત ધરાવતો ગાંજો 21 વર્ષીય અર્ષદીપ સિંહ પાસેથી પકડાયો છે.
ઉપરાંત 30 વર્ષીય ગુરપ્રીત સિંહ પાસેથી 1517 કિલોગ્રામ જેટલો અને 5 મિલિયન ડોલરની અંદાજિત કિંમત ધરાવતો ગાંજાનો જથ્થો પકડાયો છે.જે કેનેડાથી અમેરિકામાં ઘુસાડવાની કોશિશ થઇ રહી હતી તેવો આરોપ છે.
આ ત્રણે બનાવો એક જ મહિનામાં એટલે કે જૂન માસ દરમિયાન બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:54 pm IST)
  • અમદાવાદ-સુરતમાં ગણેશ ઉત્સવને લઇને મહત્વનો નિર્ણયઃ પંડાલ નહીં બંધાય : સોસાયટી દીઠ ૧ જ મૂર્તિ : ઘરે-ઘરે ગણેશની સ્થાપના કરવા અપીલઃ શેરીઓમાં મંડપ ઉપર પ્રતિબંધ access_time 3:53 pm IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ તૂટી પડવાની આગાહી : ' ઓરેન્જ એલર્ટ ' જાહેર : લોકોને ઘરમાં જ રહેવાની સૂચના : શુક્રવારે રત્નાગીરી જિલ્લામાં અને શનિવારે રાયગઢમાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા access_time 8:32 pm IST

  • મહારાષ્ટ્રના નાસિક શહેરમાં કોરોના માથું ઊચકવા લાગ્યો: સવાર સુધીમાં 183 કેસ નોંધાતા ખળભળાટ: કુલ 973, સાજા થયા 718, કુલ મૃત્યુ 46: આજના 2 મોત: નાસિક જિલ્લામાં કુલ કેસ 4500થી વધુ, કુલ મૃત્યુ 250 એ પહોંચવા આવ્યા: સેન્ટ્રલ જેલના 42 કેદીને કોરોના વળગ્યો access_time 7:58 pm IST