મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

કેનેડામાંથી અમેરિકામાં ગાંજો ઘુસાડવાના આરોપસર એક જ મહિનામાં ભારતીય મૂળના 3 નાગરિક ઝડપાયા

ન્યુયોર્ક : કૅનૅડામાંથી અમેરિકામાં ગાંજો ઘુસાડવાના આરોપસર એક જ મહિનામાં ભારતીય મૂળના 3 નાગરિક ઝડપાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 4296 કિલોગ્રામ જેટલો અને અંદાજે  20 મિલિયન ડોલરની કિંમત ધરાવતો ગાંજાનો જથ્થો ટ્રકમાં ભરી કૅનૅડામાંથી અમેરિકામાં ઘુસાડવાના આરોપસર 26 વર્ષીય પ્રજોત નાગરાની ધરપકડ થઇ છે.
તથા 816 કિલોગ્રામ જેટલો અને અંદાજે 2.5 મિલિયન ડોલર જેટલી કિંમત ધરાવતો ગાંજો 21 વર્ષીય અર્ષદીપ સિંહ પાસેથી પકડાયો છે.
ઉપરાંત 30 વર્ષીય ગુરપ્રીત સિંહ પાસેથી 1517 કિલોગ્રામ જેટલો અને 5 મિલિયન ડોલરની અંદાજિત કિંમત ધરાવતો ગાંજાનો જથ્થો પકડાયો છે.જે કેનેડાથી અમેરિકામાં ઘુસાડવાની કોશિશ થઇ રહી હતી તેવો આરોપ છે.
આ ત્રણે બનાવો એક જ મહિનામાં એટલે કે જૂન માસ દરમિયાન બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:54 pm IST)