Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

લોનનો એક રૂપિયો બાકી હતો:બેંકે જાહેર કર્યો ડિફોલ્ટર

138 ગ્રામ સોનુ પરત આપવા કર્યો ઇન્કાર :મામલો મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યો

ચેન્નાઇ :તામિલનાડુમાં માત્ર એક રુપિયો જ બાકી હતો પરંતુ બેંકે તેને ડિફોલ્ટર જાહેર કર્યો હતો. બેંકે 138 ગ્રામ સોનું પરત કરવાનો ઈન્કાર કર્યો હતો. ગ્રાહકે ન્યાય માટે મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

  અરજીમાં કાંચીપુરમ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની પલ્લવરમ શાખાના સભ્ય સી.કુમારે કહ્યું કે તે બેંકમાંથી સાડા ત્રણ લાખ રુપિયાનું સોનું પરત મેળવવા માટે પાંચ વર્ષથી ભટકી રહ્યો છે.

(10:22 pm IST)