Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરઃ ૧ જુલાઇથી મોંઘવારી ભથ્થા સહિતનો વધારાનો પગાર મળવા લાગશે

નવી દિલ્હી તા. ૨:  કોરોનાકાળમાં પરેશાન સરકારી કર્મચારીઓને ટુંકમાં જ વધેલો (7th pay commission) પગાર મળી શકશે. તેની સરકારે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. તેનાથી 52 લાખ કર્મચારી અને 60 લાખથી વધુ પેન્શનર્સને લાભ થશે. જેના માટે સ્લેફ એસેસ્મેન્ટ ફોર્મ સબમિટ કરવા માટે એચઆર સોફ્ટવેરમાં APAR મોડ્યુલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે કરોનાને કારણે સરકારે ગત વર્ષે આશરે 52 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 60 લાખથી વધુ પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાબત (ડીઆર) અટકાવી દીધા હતા. માનવામાં આવી રહ્યું છે કે 1 જુલાઇથી તેનો લાભ કર્મચારીઓને મળવા લાગશે.

પગારવધારા માટે કર્મચારીઓ વતી મુલ્યાંકન રિપોર્ટ એટલે કે સેલ્ફ એસેસ્મેન્ટ ફોર્મ સમયસર દાખલ કરવાનું હોય છે. પીએફ અધિકારીઓ અને અન્ય કેડરના તમામ કર્મચારીઓને તેમાં મુશ્કેલી ન પડે તે માટે ઓચઆર ઓનલાઇન વિન્ડોનું વાર્ષિક પ્રફોર્મન્સ એસેસ્મેન્ટ રિપોર્ટ (APAR)મોડ્યુલ લોન્ચ કરાયું છે.

આ મોડ્યુલ લોન્ચ થઇ જતા તમામ અધિકારીઓને એપીએઆરનો રિપોર્ટ, સમીક્ષા અને સ્વ મુલ્યાંકન કરાવાની પ્રક્રિયામાં સરળતા રહેશે. આ અંગે એપીએફઓ દ્વારા એક સર્ક્યુલર પણ જારી કરાયુ છે. જેમાં એચઆર સોફ્ટવેર થકી એસેસ્મેન્ટ ફોર્મ સંબંધિત બધી ઓનલાઇન પ્રક્રિયાઓ પૂર્ણ કરી નાંખવાનો આદેશ અપાયો છે.

કોરોના મહામારીને કારણે એપીએઆર પેપર સ્વરુપમાં રજૂ કરાશે. તેના માટે ડીઓપીટીએ ઓફસ નોટિસ આપી છે. તેથી ગ્રુપ એ, બી અને સી કલાસ માટે એપીએઆર દાખલ કરવા માટે પણ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. તેનાથી રાહત મળશે.

(5:55 pm IST)