Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

મણિશંકર ઐય્‍યરની દીકરીના NGOનું FCRAએ લાઇસન્‍સ રદ્દ

કેન્‍દ્ર સરકારની મોટી કાર્યવાહી : કરચોરીની તપાસ માટે સપ્‍ટેમ્‍બરમાં દરોડા પણ પડયા હતા

નવી દિલ્‍હી તા. ૨ : કેન્‍દ્ર સરકારે પબ્‍લિક પોલિસી થિંક ટેન્‍ક સેન્‍ટર ફોર પોલિસી રિસર્ચના ફોરેન કોન્‍ટ્રીબ્‍યુશન રેગ્‍યુલેશન એક્‍ટ લાઈસન્‍સને રદ કરી દીધું છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં આવકવેરા વિભાગની ટીમે થિંક ટેન્‍ક સેન્‍ટર ફોર પોલિસી રિસર્ચના દિલ્‍હી સ્‍થિત આવેલા કાર્યાલયે દરોડા પાડ્‍યા હતા. તેના બાદથી સીપીઆરના લાઈસન્‍સ વિરૂદ્ધ તપાસ ચાલી રહી હતી. સીપીઆરની ગણતરી દેશની પ્રસિદ્ધ થિંક ટેન્‍કમાં થાય છે. સીપીઆરના કાર્યકારી અધ્‍યક્ષ યામિની અય્‍યર છે. યામિની કોંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશમંત્રી મણિશંકર ઐય્‍યરના દીકરી છે.

આઈટીના દરોડા અંગે ત્‍યારે સૂત્રોએ દાવો કર્યો હતો કે પબ્‍લિક પોલિસી થિંક ટેન્‍ક સેન્‍ટર ફોર પોલિસી રિસર્ચે રાજકીય પક્ષો માટે કરોડોનું ફંડ એકઠું કર્યું હતું. ડોનેશનની આડમાં કરોડો રૂપિયાની ટેક્‍સચોરી પણ પકડાઈ હતી. અહેવાલ અનુસાર અધિકારીઓ કહે છે કે તાજેતરમાં એફસીઆરએ નિયમોનું પાલન ન કરવાને કારણે સીપીઆરનું લાઈસન્‍સ રદ કરાયું છે અને સોસાયટીએ રિન્‍યૂ કરાવવા માટે અરજી કરી હતી.

(11:04 am IST)