Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

SBI અને LICને ‘અદાણી ગ્રૂપ’ને બચાવવા માટે રોકાણ કરવાની ફરજ પડી હતી :રાહુલ ગાંધીનો મોટો આરોપ

રાહુલ ગાંધીએ કહ્યું, “એલઆઈસીએ જોખમી અદાણી ગ્રુપમાં આટલું રોકાણ કેમ કર્યું? જ્યારે આ બધી બાબતો પરથી પડદો ઉઠશે ત્યારે ખબર પડશે કે દેશને કેટલું નુકસાન થયું છે.

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે SBI અને LICને ‘અદાણી ગ્રૂપ’ને બચાવવા માટે રોકાણ કરવાની ફરજ પડી હતી, જેનાથી લોકોની કમાણી જોખમમાં મુકાઈ હતી

તેમણે પૂછ્યું કે SBI અને LICએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ‘અદાણી ગ્રુપ’માં કોના આદેશ પર રોકાણ કર્યું?

કૉંગ્રેસની ‘મિત્રકાલ-2’ સિરીઝ હેઠળ રિલીઝ થયેલા ‘આપકા પૈસા અદાણી પર લુટાયા’ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું, “એલઆઈસીએ જોખમી અદાણી ગ્રુપમાં આટલું રોકાણ કેમ કર્યું? જ્યારે આ બધી બાબતો પરથી પડદો ઉઠશે ત્યારે ખબર પડશે કે દેશને કેટલું નુકસાન થયું છે.

તેમણે કહ્યું, “તમે તમારી મહેનતની કમાણી અને બચત તમારા પરિવાર અને બાળકોના ભવિષ્ય માટે રાખી હતી. પ્રશ્ન એ છે કે તે કોણ છે જે તમારા પૈસા જોખમમાં મૂકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે, શું વડાપ્રધાન અદાણી ગ્રુપમાં રોકાણને કારણે LICને થયેલા નુકસાન વિશે સત્ય કહેશે?

તેમણે દાવો કર્યો હતો કે અદાણી જૂથ લાંબા સમયથી મની લોન્ડરિંગ, બનાવટી અને શેલ કંપનીઓના ઉપયોગના આરોપોનો સામનો કરી રહ્યું છે.રાહુલ ગાંધીએ પૂછ્યું કે, આ શેલ કંપનીઓ પાછળ કોણ છે?

 

 અત્રે ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરીએ સામે આવેલા અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને અદાણી જૂથે નકારી કાઢ્યા છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વ્યાખ્યાનમાં ભારત જોડો યાત્રા વિશે જણાવ્યું

પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ તેમની તાજેતરની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના વિઝિટિંગ ફેલો છે અને મંગળવારે સાંજે તેમણે લોકશાહી, ચીન અને અમેરિકાના અલગ-અલગ પરિપ્રેક્ષ્યો પર વાત કરી હતી.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અને તાજેતરના સંસદ સત્ર બાદ એક અઠવાડિયાના યુકે પ્રવાસ પર છે.

.

(11:26 pm IST)