Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રિટાયર્ડ ફૌજી હરિશ્ચંદ્રની મહેનતના વડાપ્રધાને કર્યા વખાણ

ચીન-અમેરિકા નહીં હવે યુપીના બારાબંકીમાં તકમરીયાનું ઉત્પાદન

બારાબંકી :.. બારાબંકી નિવાસી હરિશ્ચંદ્રની મહેનત હવે રંગલાવી છે. હરિશ્ચંદ્ર દ્વારા કરાઇ રહેલી તકમરીયાની ખેતીની કોશિષોને વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વખાણી હતી. પોતાના કાર્યક્રમમાં તેમણે કહયું કે હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલા લોકોમાં તકમરીયાના બીની માંગ બહુ વધારે છે. ભારતમાં તે પહેલા બહારથી મંગાવવા પડતા હતા પણ હવે દેશમાં તેના ઉત્પાદનમાં  આત્મનિર્ભરતા આવી રહી છે. યુપીના બારાબંકી જીલ્લામાં તકમરીયાના બીની ખેતી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાને કહયું કે હરિશ્ચંદ્રની મહેનત આની ખેતીને વધારશે અને સાથે જ તેનાથી દેશને આત્મ નિર્ભર બનવામાં મદદ મળશે.

મન કી બાતમાં વડાપ્રધાને તકમરીયાની ખેતી કરનાર જે હરિશ્ચંદ્રની વાત કરી તે એક રિટાયર્ડ ફૌજી અને અત્યારે સુલતાનપુરના જીલ્લા સૈનિક કલ્યાણ અધિકારી છે. અત્યાર  સુધી તકમરીયાની ખેતી ચીનમાં સૌથી વધારે થાય છે. ત્યાર પછી અમેરિકાનો નંબર આવે છે. તો ભારતમાં દેશના મંદસૌર અને નીમચમાં પણ તેની ખેતી થાય છે. પણ હવે યુપીના બારાબંકીમાં પણ હવે તેની ખેતી થવા લાગી છે.

(3:08 pm IST)
  • ભારતમાં કોરોના કેસો ફરી ઘટી ગયા : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૯૧ મૃત્યુ થયા છે અને ૧૨ હજાર સાજા પણ થયા છે: અમેરિકામાં આજે નવા ૫૩ હજાર કેસ નોંધાયા: બ્રાઝિલમાં પણ ૩૮ હજાર કેસ નોંધાયા છે: યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોમાં ઘટાડો થયો છે અને ૨૫૨૬ નવા કેસ નોંધાયા છે: રશિયામાં ૧૧ હજાર ઇંગ્લેન્ડમાં અને જર્મનીમાં ૫ હજાર નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૧૦, ચીનમાં ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કેસ નોંધાયા access_time 11:45 am IST

  • ગોંડલ નગર પાલિકામાં ભાજપની ક્લીન સ્વિપ: તમામ 44 એ 44 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય :તાલુકા પંચાયતની 22 માંથી 20 ભાજપની જીત :તાલુકા પંચાયત માં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી:રાજકોટ જિલ્લા પંચાયતની ગોંડલ ની 5 માંથી 5 સીટો ભાજપનો વિજય access_time 1:07 pm IST

  • અમિત ચાવડા, ધાનાણી અને મોઢવાડિયાના ગઢમાં ગાબડા : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો અમિત ચાવડાના ગઢ આણંદ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી, દિગ્ગજ કોંગી નેતા અર્જુન મોઢવાડિયાના ગઢ સમાન પોરબંદર પંથકમાં કોંગ્રેસ ભોંભીતર થઇ ગઇ છે access_time 3:54 pm IST