મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

રિટાયર્ડ ફૌજી હરિશ્ચંદ્રની મહેનતના વડાપ્રધાને કર્યા વખાણ

ચીન-અમેરિકા નહીં હવે યુપીના બારાબંકીમાં તકમરીયાનું ઉત્પાદન

બારાબંકી :.. બારાબંકી નિવાસી હરિશ્ચંદ્રની મહેનત હવે રંગલાવી છે. હરિશ્ચંદ્ર દ્વારા કરાઇ રહેલી તકમરીયાની ખેતીની કોશિષોને વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વખાણી હતી. પોતાના કાર્યક્રમમાં તેમણે કહયું કે હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલા લોકોમાં તકમરીયાના બીની માંગ બહુ વધારે છે. ભારતમાં તે પહેલા બહારથી મંગાવવા પડતા હતા પણ હવે દેશમાં તેના ઉત્પાદનમાં  આત્મનિર્ભરતા આવી રહી છે. યુપીના બારાબંકી જીલ્લામાં તકમરીયાના બીની ખેતી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાને કહયું કે હરિશ્ચંદ્રની મહેનત આની ખેતીને વધારશે અને સાથે જ તેનાથી દેશને આત્મ નિર્ભર બનવામાં મદદ મળશે.

મન કી બાતમાં વડાપ્રધાને તકમરીયાની ખેતી કરનાર જે હરિશ્ચંદ્રની વાત કરી તે એક રિટાયર્ડ ફૌજી અને અત્યારે સુલતાનપુરના જીલ્લા સૈનિક કલ્યાણ અધિકારી છે. અત્યાર  સુધી તકમરીયાની ખેતી ચીનમાં સૌથી વધારે થાય છે. ત્યાર પછી અમેરિકાનો નંબર આવે છે. તો ભારતમાં દેશના મંદસૌર અને નીમચમાં પણ તેની ખેતી થાય છે. પણ હવે યુપીના બારાબંકીમાં પણ હવે તેની ખેતી થવા લાગી છે.

(3:08 pm IST)