Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સોમવારે સમગ્ર દેશમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર નેતાઓ સામે FIR નોંધાવશે:સુષ્મિતા દેવ

મહિલા મોરચાની પ્રમુખો પોતાના રાજ્ય અને જિલ્લામાં FIR નોંધાવશે

નવી દિલ્હી :કોંગ્રેસના નવ નિયુક્ત મહા સચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્પણીઓ સામે મહિલા મોરચો આક્રમકઃ વલણ અખ્તયાર કરશે રાજકારણમાં વ્યક્તિગત હુમલાઓની સામે કોંગ્રેસની મહિલા મોરચાની અધ્યક્ષે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસની મહિલા મોરચાની પાંખ પ્રિયંકા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનારા નેતાઓ સામે FIR નોંધાવશે

 કોંગ્રેસની મહિલા મોરચના અધ્યક્ષ સુષ્મિતા દેવે જણાવ્યું હતું કે રાજકારણમાં વ્યક્તિગત હુમલા કરવા યોગ્ય નથી. પ્રિયંકા આ હુમલાઓની શિકાર બની છે. મહિલા કોંગ્રેસ આ પ્રકારના વ્યક્તિગત હુમલાઓને ગંભીરતાથી લેતા સોમવારે દિલ્હીના એ તમામ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવશે જેમણે પ્રિયંકા વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો આપ્યા છે.

 સુષ્મિતાએ જણાવ્યું હતું કે તે દિલ્હીમાં FIR નોંધાવશે અને બાકીની મહિલા મોરચાની પ્રમુખો પોતાના રાજ્ય અને જિલ્લામાં FIR નોંધાવશે. સુષ્મિતાએ જણાવ્યું હતું કે આ લડાઈ પ્રિયંકા ગાંધી માટે નહીં પરંતુ એ તમામ મહિલાઓ માટે છે જેમના પર રાજકારણમાં આપત્તિજનક હુમલા થાય છે

(12:54 am IST)