Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પાંચ લાખ સુધી આવક ઉપર ટેક્સ નહીં પણ આઈટીઆર

આઈટીઆર ભરવાની હજુ પણ જરૂર રહેશે : આઈટીઆર ન ભરવાની સ્થિતિમાં નોટિસ મળી શકે છે

નવી દિલ્હી, તા.૨ : વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા છે અને બજેટમાં ટેક્સ મુક્તિની જાહેરાત બાદ જો એમ માનવામાં આવે છે કે ઈન્કમટેક્સ વિભાગમાંથી અડચણો દુર થઈ ગઈ છે તો આ ગણતરી ખોટી હોઈ શકે છે. ઝીરો ટેક્સનો ફયદો હજુ પણ મળશે નહીં. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની હજુ પણ ફરજ પડશે. પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં પરંતુ આઈટીઆર ભરવાની ફરજ પડશે. બજેટમાં હાલમાં મોટી જાહેરાતો કરવામાં આવી ચુકી છે. ૬૦ વર્ષથી ઓછી વયના લોકોને ઈન્કમટેક્સ છુટછાટની મર્યાદા ૨.૫ લાખ અને વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે. જેથી ઉપરોક્ત છુટછાટની મર્યાદાથી વધારે કમાણી કરનારને ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂર પડશે.

જોકે હવે આઈટીઆર ફાઈલ કરીને સેકશન ૮૭-એ હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર છુટછાટ મેળવી શકાય છે. વાર્ષિક આવક ટેક્સની મર્યાદામાં આવતી નથી તેમ વિચારીને આઈટીઆર ફાઈલ નહીં કરાય તો આને કારણે આવકવેરા વિભાગની નોટિસનો સામનો કરવો પડી શકે છે. બજેટના પ્રસ્તાવ મુજબ પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચુકવવાના નથી પરંતુ બેઝીક છુટછાટની મર્યાદા ૨.૫ લાખ અને ત્રણ લાખ રૂપિયાની પાર કરવાની સ્થિતિમાં ઈન્ડમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની બાબત જરૂરી છે. સૌથી પહેલા ગ્રોસ ટોટલ ઈન્કમ આઈટીઆરમાં દર્શાવવાની જરૂર પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે આઈટીઆર ભરીને તકલીફમાંથી મુક્તિ મેળવી શકાશે. ગ્રોસ ટોટલ ઈનકમમાં આપના પગાર, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ અને ફિક્સ ડિપોઝીટને સામેલ કરવામાં આવશે.

 

(7:37 pm IST)