Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી શ્રીનાથજી હવેલી ખાતે ભારતના પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી : દેશભક્તિ સભર ગીતો ,બૉલીવુડ ડાન્સ ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉમટી પડેલા ભારતીયો : ઇન્ડિયા એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા આયોજિત ઉજવણીને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ

કેલિફોર્નિયા :  અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી શ્રીનાથજી હવેલી ખાતે 26 જાન્યુઆરી 2019  ના રોજ ભારતના પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.ઇન્ડિયા એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા આયોજિત ઉજવણીને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

આ પ્રસંગે દેશભક્તિ સભર ગીતો ,બૉલીવુડ ડાન્સ ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.વતનના પ્રજાસત્તાક દિવસને ઉમંગભેર  વધાવવા મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યા હતા.ઇરવિન મેયરએ પણ હાજરી આપી હતી.તથા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.ઉજવણીને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા કમિટી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી.

(7:42 pm IST)