Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ચૂંટણી પૂર્વે રાહુલને ભીંસમાં લેવાના પ્રયાસો છે : શિવસેના

ઓગસ્ટા ડિલને લઇને શિવસેનાના સરકાર આક્ષેપ : વિરોધીઓની વિરૂદ્ધ સરકારી તંત્રના દુરુપયોગનો સાથી પક્ષ શિવસેના દ્વારા મોદી સરકાર ઉપર ફરીવાર આક્ષેપ

મુંબઈ, તા. ૨ : શિવસેનાએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના દાવાના આધાર પર આગામી લોકસભાની ચૂંટણીથી પહેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું હતું કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાજકીય વિરોધીઓની સામે સરકારી તંત્રનો દુરુપોયગ કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર મામલાની સુનાવણી કરી રહેલી દિલ્હીની એક અદાલતે છેલ્લા સપ્તાહમાં ઇડીની કસ્ટડીમાં મિશેલને પોતાના વકીલને મળવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે એજન્સીનું કહેવું છે કે, મિશેલ કાયદાકીય સુવિધાનો દુરુપયોગ કરીને વકીલોને ચીટ આપી રહ્યા છે અને શ્રીમતી ગાંધી પાસેથી સંબંધિત પ્રશ્નોનો નિકાલ લાવવા માટે માંગ કરી રહ્યા છે. મામલાની તપાસ ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા મિશેલની કસ્ટડીની અવધિને વધારવા માટેની માંગ કરવામાં આવી ચુકી છે. અરજીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, મિશેલે પુછપરછના ગાળા દરમિયાન એક ઇટાલિયન મહિલાના પુત્ર અંગે પણ માહિતી આપી છે અને કહ્યું છે કે, કઇરીતે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. શિવસેનાએ પોતાના આક્ષેપમાં કહ્યું હતું કે, જ્યારે મિશેલના દુબઈથી પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી તે વખતે પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. ભાજપ પોતે હેરાન હોવાના લીધે આ મામલો રોકવામાં આવ્યો હતો. મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલીક રેલીઓમાં વચેટિયાનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, હવે કેટલાક મોટા ઘટસ્ફોટ થનાર છે. તેઓ કોઇને છોડનાર નથી. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીએ કહ્યું છે કે, મિશેલની સામે તપાસ શરૂ કરતા પહેલા મોદીના ગાંધી પરિવાર તરફ ઇશારો ખુબ જ હાસ્યાસ્પદ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, તપાસની દિશા શું છે. મિશેલના પ્રત્યાર્પણ છતાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં હાર થઇ હતી. મિશન મિશેલનો ઉદ્દેશ્ય ૨૦૧૯ છે. સરકારી તંત્ર બે ચાર લોકોના આધાર પર આગળ વધે છે અને રાજકીય વિરોધીઓને મુશ્કેલીમાં મુકવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડો ૨૦૧૯ની ચૂંટણી પહેલા વધારે ચર્ચા જગાવી શકે છે. ક્વાટ્રોચી બાદ હવે દેશમાં મિશેલ પુરાણની શરૂઆત થશે. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી હોત તો ભાજપના નેતાઓના નામ આરોપીઓની યાદીમાં રહ્યા હોત હવે કોંગ્રેસના નેતાઓના નામ આવ્યા છે.

(7:43 pm IST)