Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ડિસેમ્બરમાં GSTનું કલેકશન ઘટીને ૯૪,૭૨૬ કરોડ થયું

નવી દિલ્હી તા ૦૨ : ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (GST) નું કલેકશન ડિસેમ્બર ૨૦૧૮ માં અગાઉના મહિનાના ૯૭,૬૩૭ કરોડ રૂપિયાથી ઘટીને ૯૪,૭૨૬ કરોડ થયું હતું.

નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૧૮ ની ૩૦ ડિસેમ્બર સુધીમાંં નોંધાવાયેલાં કુલ સેલ્સ રિટર્ન્સ એટલે કે GTSTR-3Bે ની સંખ્યા ૭૨.૪૪ લાખ હતી.

ઓગસ્ટ-સપ્ટેમ્બરમા઼ રાજયોનો અપાયેલ કમ્પેન્સન ૧૧,૯૨૨ કરોડ રૂપિયા થયું હતું.

એકત્રિત કરવામાં આવેલા ૯૪,૭૨૬ કરોડ રૂપિયામાં સેન્ટ્રલ GST (CGST) નું કલેકશન ૧૬,૪૪૨ કરોડ રૂપિયા હતું, જયારે સ્ટેટ GST (SGST) ૨૨,૪૫૯ કરોડ અને ઇન્ટિગ્રેટેડ GST (IGST) ૪૭,૯૩૬ કરોડ રૂપિયા હતું સેસનું પ્રમાણ ૭૮૮૮ કરોડ હતું

GST નુંકલેકશન એપ્રિલમાં ૧.૦૩ લાખ કરોડ, મે મહિનામાં ૯૪,૦૧૬ કરોડ, જુનમાં ૯૫,૬૧૦ કરોડ, જુલાઇમાં ૯૬,૪૮૩ કરોડ, ઓગસ્ટમાં ૯૩,૯૬૦ કરોડ, સપ્ટેમ્બરમાં ૯૪,૪૪૨ કરોડ, ઓકટોબર માં ૧,૦૦,૭૧૦ કરોડ અનેનવેમ્બરમાં ૯૭,૬૩૭ કરોડ રૂપિયા હતું (૩.૪)

 

(11:37 am IST)