Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેના મેચમાં ડકવર્થ લુઈસથી પંજાબ કિંગ્સ 7 રનથી વિજય

આઈપીએલમાં વરસાદ વેરી બન્યો

મુંબઈ:આજે આઈપીએલ પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના નવા કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 5 વિકેટના નુકશાન સાથે કોલકત્તાની ટીમને જીતવા માટે  192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે મેચ અટકી હતી. ડકવર્થ લુઈસ નિયમ અનુસાર આ મેચમાં પંજાબ કિંગ્સે 7 રનથી જીત મેળવી છે.

પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી  પ્રભસિમરન સિંહે 23 રન, ભાનુકા રાજપક્ષેએ 50 રન , શિખર ધવને 40 રન, જીતેશ શર્માએ 21 રન, સિકંદર રઝાએ 16 રન, સેમ કરને 3 રન અને શાહરુખ ખાને 11 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારવામાં આવ્યા હતા.

બીજી ઈનિંગમાં સૈમ કરને 3 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાહુલ ચહલ, સિંકદન રઝા અને એલિસે 1-1 વિકેટ લીધી હતી.

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ઉમેશ યાદવે 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. ટીમ સાઉથીએ 4 ઓવરમા 54 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 43 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દુલ કોલકત્તા માટે પ્રથમ મેચ રમી રહ્યો છે.

બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી  નીતિશ રાણાએ 24 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 22 રન, મનદીપ સિંહે 2 રન, રિંકુ સિંહે 4 રન, આન્દ્રે રસેલે 35 રન , શાર્દુલ ઠાકુરે 8 રન અને સુનીલ નરેને 7 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

(8:26 pm IST)