Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

બિહારમાં :રામનવમી પર ઠેકઠેકાણે હિંસા અનેક જગ્‍યાએ કલમ ૧૪૪ લાગુ

ફાયરિંગ અને પથ્‍થરમારામાં પોલીસ સહિત ડઝનબંધ લોકો ઘાયલ

પટણા : બિહારના કેટલાય જીલ્લાઓમાં  રામનવમીે અ ેનિકળેલ શોભાયાત્રા  દરમ્‍યાન  હિંસા  ભડકી ઉઠી હતી. તનાવપૂર્ણ સ્‍થિીતી વચ્‍ચે  ભારે પ્રમાણમાં પોલીસ દળ તહેનાત કરી દેવાયુ  છે. નાલંદા ,રોહતાસ અને ગયામાં સૌથી વધારે માથાકુટ થઇ હતી પોલીસ કર્મી, મહિલા સહિત  ડઝન બંધ લોકો  ઘાયલ થયા  હતા પરિસ્‍થિતી ની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને  પ્રશાસને કલમ ૧૪૪ લગાવી દીધી છે.

 નાલંદામાં રામનવમી  બીજી દીવસે  શેક્રવારે  બંજરંગ દળ અને વી એચ પી  આયોજીત  શોભાયાત્રા પર કેટલાક અસામાજીક તત્‍વોએ   પથ્‍થરમારો કર્યા  હતો, ત્‍યાર પછી ઘણા રાઉન્‍ડ ફાયરીંગ થયું જેમાં સાત લોકોને ગોળી વાગતા ઘાયલ થયા હતા.

રોહતાસ જીલ્લાના સાસરામ શેહરના કેટલાક વિસ્‍તારોમાં બે પક્ષો વચ્‍ચે  અથડામણ થયા પછી જોરદાર પથ્‍થરમારો  થયો હતો જેમાં બે  પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને  અડધા ડઝનથી વધારે  વાહનોને નુકશાન થયું હતું પોલીસ અનુસાર ૨૦ લોકોની ધરપકડ કરાઇ છે.

તો ગયા જીલ્લામાં પણ અલગ અલગ જગ્‍યાએ માથાકુટ થવાના સમાચારો  આવ્‍યા છેજેમાં રામનવમી શોભાયાત્રા  દરમ્‍યાન બન્‍ને  પક્ષો   વચ્‍ચે  અથડામણ થઇ પોલીસ પર પણ  પથ્‍થરમારો થતા બે જવાન ઘાયલ થયા હતા પોલીસે બે મહિલાઓ  સહિત છ લોકોની ધરપકડ કરાઇ  છે.

ભાગલપુરમાં  મૂર્તિ વિસર્જન પછી બે સમુદાયો વચ્‍ચે અથડામણ થઇ હતી જેમાં  એક મહિલા ઘાયલ થઇ હોવાના સમાચાર છે. પોલીસ અનુસાર પરિસ્‍થિતી હવે કાબુમાં છે.

(3:52 pm IST)