Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાષ્ટ્રીય પ્રાણીઓ અસુરક્ષિત

૨૦૧૯માં દેશે ગુમાવ્યા ૧૧૦ વાઘ-૪૯૧ દિપડા

નાગપુર, તા.૧: વર્ષ ૨૦૧૯માં ભારતે ૧૧૦ વાદ્ય ગુમાવી દીધા. તેમાંથી ૩૩ ટકા વાદ્ય તો ગેરકાયદેસર શિકારના ભોગ બન્યા છે. NGO વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન સોસાયટી ઓફ ઈન્ડિયાના (WPSI) જણાવ્યા અનુસાર ગયા વર્ષે ૧૧૦ વાદ્ય અને ૪૯૧ દીપડાના જીવ ગયા. ૨૦૧૮માં ૩૪ વાદ્યે શિકારને કારણે જીવ ગુમાવ્યા હતા. આ સંખ્યા ૨૦૧૯માં ૩૮ની નજીક પહોંચી ગઈ હતી.

૨૦૧૮ની સરખામણીએ દીપડાની સંખ્યામાં થોડો દ્યટાડો થયો છે. ૨૦૧૮માં કુલ ૫૦૦ દીપડા મૃત્યુ પામ્યા હતા. સૌથી મોટું ચિંતાનું કારણ એ છે કે વધારે દીપડાના મોત સડક અને રેલ દુર્દ્યટનામાં થયા છે. NGOના જણાવ્યા મુજબ ૩૩ ટકા દીપડા આવા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. WPSI વાદ્ય, દીપડા, સિંહની સંખ્યાની ગણતરી પર કામ કરે છે.

૨૦૧૮ની સરખામણીએ વાદ્યના મૃત્યુની સંખ્યામાં સાધારણ વધારો થયો છે. ૨૦૧૮માં ૧૦૪ વાદ્યના મોત થયા હતા ત્યારે ૨૦૧૯માં ૧૧૦ વાદ્યના મોત થયા છે. WPSIના ડાયરેકટર નિતિન દેસાઈએ જણાવ્યું, 'આ આંકડાને લઈને કોઈ સામાન્ય અનુમાન ન લગાવી શકાય. દરેક જગ્યાની પોતાની અલગ પરિસ્થિતિ અને સમસ્યા છે. પરંતુ આ જાનવરો કોઈને કોઈ રીતે માર્યા જાય છે. વધતા ટ્રાફિક અને રોડ પહોળા થવા પણ આનું એક મુખ્ય કારણ છે.'

WPSIના જણાવ્યા મુજબ ૨૦૧૯માં મધ્ય પ્રદેશમાં સૌથી વધારે ૨૯ અને મહારાષ્ટ્રમાં ૨૨ વાદ્યના મૃત્યુ થયા છે. ૨૦૧૮માં  પણ મધ્ય પ્રદેશમાં સૌથી વધારે ૨૩ અને મહારાષ્ટ્રમાં ૧૯ વાદ્ય માર્યા ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે જે ૧૧૦ વાદ્ય મૃત્યુ પામ્યા છે તેમાંથી ૩૮ એવા છે જે ગેરકાયદેસર શિકારનો ભોગ બન્યા છે.

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અધિકૃત આંકડા મુજબ ૨૦૧૯માં ફકત ૯૨ વાદ્ય મૃત્યુ પામ્યા છે. તેમના જણાવ્યા મુજબ ૨૦૧૮માં ૧૦૨ વાદ્યના જીવ ગયા હતા. WPSIના આંકડા મુજબ ૨૦૧૮માં ૫૦૦ દીપડાના મોત થયા હતા જેમાંથી ૧૬૯નો જીવ ગેરકાયદેસર શિકારમાં ગયો હતો. તેમાંથી ૨૦૧૯માં ફકત મહારાષ્ટ્રમાંથી જ ૯૭ દીપડાનો જીવ ગયો હતો.

(4:06 pm IST)