Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

વર્ષના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં જબરો ઉછાળો: ડિસેમ્બરની સૌથી મોટી તેજી

 

નવી દિલ્હી : વર્ષ 2019ના છેલ્લા દિવસે સોના- ચાંદીના ભાવમાં જબરો ઉછાળો જોવાયો હતો વૈશ્વિક સ્તરે બંને કિંમતી ધાતુના ભાવ વધવાને કારણે દિલ્હીના બજારમાં સોનું મોંઘુ થયું છે.

  મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ 256 રૂપિયા સુધી વધ્યો છે. જાણકારોના માનવા મુજબ કિંમતોમાં આવેલી તેજી ડિસેમ્બર મહિનાની સૌથી મોટી છે. સોનાની જેમ ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 494 રૂપિયા સુધી વધ્યો છે

 અત્રે . ઉલ્લેખનીય છે કે અગાઉ સોમવારે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્લીના બજારમાં સોનું 73 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 156 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી.મંગળવારે (31 ડિસેમ્બર, 2019) દિલ્હીના માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 39,729 રૂપિયાથી વધીને 39,985 રૂપિયા થઈ ગયો છે. જ્યારે પહેલા સોમવારે ભાવ 39955 રૂપિયાથી ઘટીને 39882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયો હતો.

(8:54 am IST)