Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમેરિકાની સર્વોચ્ચ સંસ્થાએ લોકોને કરી કંઈક અનોખી અપીલ

નવી દિલ્હી: અમેરિકાની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા CDCએ અપીલ કરી છે કે, એ લોકો પ્રેમથી મરઘીઓ કે બચ્ચાંને કિસ કરવાનું બંધ કરી દે કે એમ કરવાથી બચે, કેમ કે તેનાથી એક ખતરનાક બીમારી થઈ શકે છે. સ્થિતિ ગંભીર થવા પર તે જીવલેણ પણ થઈ શકે છે, કેમ કે મરઘી કે બચ્ચાને કિસ કરવા કે તેને ગળે લગાવવાથી સાલ્મોનેલા કિટાણુઓ ફેલાવાની શંકા છે. CDCએ એવી ચેતવણી પહેલી વખત વર્ષ 2018માં જાહેર કરી હતી, જેના કારણે એ વર્ષે હેલોવીનનું સેલિબ્રેશન રદ્દ કરવામાં આવ્યું હતું. સાલ્મોનેલા એક કીટાણું છે જેના પર કોઈ દવા અસર કરતી નથી એટલે કે મલ્ટી ડ્રગ રેજીસ્ટેન્ટ છે.

આ વર્ષે મે મહિનામાં અમેરિકામાં સાલ્મોનેલાના કારણે 163 કેસ સામે આવ્યા. જે અત્યારસુધી 46 રાજ્યોમાં વધીને 474 થઈ ચુક્યા છે. તેમાંથી 103 હૉસ્પિટલમાં એડમિટ છે અને એકનું મોત થઈ ચૂક્યું છે. એમ માનવામાં આવી રહ્યું છે કે. અમેરિકામાં તેના કારણે વધુ બીજા પણ કેસ આવ્યા હશે પરંતુ કોઈ રેકોર્ડ નોંધાયો નથી, જ્યારથી લોકો તેનાથી બીમાર છે. સાલ્મોનેલાથી પીડિત 271 લોકોમાંથી 7 ટકા એ લોકો છે જેમનો સંપર્ક મરઘીઓ સાથે સીધી રીતે હતો કે પછી તેમના ઘરની પાછળ પોલ્ટ્રી ફાર્મ હતું કે પછી તેઓ મરઘીઓ કે બચ્ચાંઓ સાથે રમ્યા છે કે પછી તેમને પ્રેમ કર્યો હતો.

(6:26 pm IST)