Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનાના આલ્ફા અને ડેલ્ટા વેરીયંટ ઉપર સ્વદેશી કોવેકસીન અસરકારક

અમેરિકાની ટોચની સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (એનઆઇએચ)ના પરીક્ષણમાં દાવો

નવી દિલ્હી તા. ૩૦: દેશની સ્વદેશી કંપની ભારત બાયોટેક દ્વારા બનાવાયેલ કોરોના વેકસીન કોવાસિકન કોવીડના આલ્ફા અને ડેલ્ટા બંન્ને વેરીયંટ ઉપર અસરદાર હોવાનું અમેરિકાની ટોચની સ્વાસ્થ્ય શોધ સંસ્થા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (એનઆઇએચ) ની બે શોધના ડેટા પરથી દાવો કરાયો છે.

આલ્ફા વેરીયંટ બ્રીટનમાં અને ડેલ્ટા વેરીયંટ સૌ પ્રથમ ભારતમાં મળેલ. એનઆઇએચ મુજબ કોવેકસીન લગાડનાર લોકોના બ્લડ સીરમ ઉપર બે શોધ કરવામાં આવેલ. જેમાં એ જાણવા મળેલ કે વેકસીન એન્ટીબોડી તૈયાર કરે છે જે સાર્સ કોવ-ર ના આલ્ફા અને ડેલ્ટા વેરીયંટને પ્રભાવી રૂપે બેઅસર કરી દે છે.

આ સીવાય સંસ્થાએ કેન્સાસના લોરેન્સ સ્થિત બાયોટેક કંપની વિરોવૈકસ એલએલસીમાં મળેલ અને તપાસ કરાયેલ એંડજુવેંટ ઉપર પણ ચર્ચા કરેલ. જેમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશીયસ ડીસીસેઝના એડજુવેંટ ડેવલપમેન્ટ પ્રોગ્રામે મદદ કરેલ.

એડજુવેંટસ એવા પદાર્થ હોય છે, જે વેકસીનના પ્રભાવને વધારવા અને ઇમ્યુન પ્રતિક્રીયાઓમાં વૃધ્ધી કરવા રસીના ભાગના રૂપે તૈયાર કરાય છે. કોવેકસીન સાર્સ કોવ-ર નું નિષ્ક્રીય રૂપ છે, જે પોતાને વધારી નથી શકતુ, એનઆઇએચ એ જણાવેલ કે બીજા તબકકાના પરીક્ષણમાં જાણવા મળેલ કે વેકસીન સુરક્ષીત છે અને ત્રીજા તબકકાના ટ્રાયલના સુરક્ષા ડેટા આ વર્ષમાં ઉપલબ્ધ થશે.

(3:41 pm IST)