Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમેરિકાના શિકાગોમાં ભયંકર ઠંડીઃમાઈનસ ૩૦ ડિગ્રી સુધી તાપમાન નીચુ જવાની શકયતા

અમેરિકાના શિકાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે શહેરી વિસ્તારમાં માઈનસ ૧૮ અને આસપાસમાં માઈનસ ૨૫ ડીગ્રી ઉષ્ણતામાન રહેવાની શકયતા દર્શાવી છે. જયારે રાત્રે નીચામાં નીચુ તાપમાન માઈનસ ૨૦ થી ૩૦ ડિગ્રી રહેવાનો અંદાજ છે. જયારે ગુરૂતમ તાપમાન માઈનસ ૧૫ ડીગ્રી રહેવાનું પણ ઉમેયું છે અને જો આમ બનસે તો બુધવારનો દિવસ શિકાગોના ઈતિહાસમાં સૌથી ઠંડા દિવસ તરીકે નોંધાવાની શકયતા છે. આ અગાઉ ૨૦ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ ગુરૂતમ તાપમાન માઈનસ ૧૧ ડિગ્રી નોંધાયેલ.

(3:44 pm IST)