Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ઇન્ડોનેશિયાના બાલીમાં એક દુકાનદારે લોકોની આ રીતે કરી મદદ

નવી દિલ્હી: કોરોનાને કારણે ઈન્ડોનેશિયાના બાલીમાં સુવેનીર નામની દુકાનના માલિક કડેક રુપત માટે છેલ્લા 2 વર્ષ એકદમ પડકારજનક રહ્યાં. જેઓ સામાન્ય રીતે ઈન્ડોનેશિયન રિસોર્ટ ટાપુ પર આવતા હોય છે તેમને કોરોનાને કારણે અટકાવવામાં આવ્યા હતા. જેના પરિણામે ખાદ્ય વસ્તુઓના ભાવ વધ્યા સાથે જ આર્થિક પીડામાં વધારો થયો. જો કે આવા લોકોની મદદ કરવા માટે એક સ્થાનિય નોન-પ્રોફિટ ગ્રુપે એક એવી ઓફર કરી જેને લોકોએ સ્વીકારી લેતા તેમના જીવન ફરી જગમગી ઉઠ્યા. આ નોન-પ્રોફિટ ગ્રુપ લોકો પાસેથી પ્લાસ્ટિક ખરીદે છે અને તેની સામે લોકોને ચોખા(Rice) આપે છે. એકત્રિત કરાયેલા પ્લાસ્ટિકને રિસાઈક્લિંગ માટે મોકલી દેવામાં આવે છે. શોપના માલિક રુપતે જણાવ્યું કે આજે તમામ લોકો અને અર્થતંત્ર માટે એક-એક પ્લાસ્ટિકનો ટુકડો કિંમતી છે. કારણ કે 4 કિલો પ્લાસ્ટિક સામે તેમને 1 કિલો ચોખા આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ચોખાના ભાવ 15,000થી 20,000 રૂપઈયા(Rupiah) છે એટલે કે 1.05-1.40 ડોલર પ્રતિ કિલો. સ્થાનિક લોકોનો અંદાજ છે કે ચાર જણનું કુટુંબ દરરોજ લગભગ બે કિલો ખોરાક લે છે, તેથી વેપાર-ધંધાના પ્રયત્નો યોગ્ય છે.
 

(7:02 pm IST)