Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

શિયાન શહેરમાં અત્યારસુધીમાં 980 કેસ પોજીટીવ આવતા કડક લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું

નવી દિલ્હી: 2019નાં અંતમાં ચીનનાં વુહાનથી કોરોના વાયરસ ફેલાયો અને હજી સુધી દુનિયાભરનાં દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. હવે ફરી ચીનનું જ શિયાન શહેર આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. અહીં અત્યાર સુધીમાં 980 પાઝિટિવ કેસ મળી આવ્યા છે. ચિંતાની વાત તે છે કે આ બધા કેસ લોકલ ટ્રાંસમિટેડ છે. એટલે કે, સંક્રમણ સ્થાનિક રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગ્યું છે. અહીં ખૂબ જ કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેનું પાલન ન કરનારા આવા લોકોની સીધી ધરપકડ કરવામાં આવી રહી છે. ચીનનાં અધીકારીમાં જણાવ્યા મુજબ 4 ડિસેમ્બરે PAKથી શિયાન આવેલી ફ્લાઈટમાં 6 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ શહેરમાં સંક્રમણ વધ્યુ છે. મંગળવારે ચીનમાં કુલ 209 કેસ નોંધાયા હતા. CNN અનુસાર, શિયાનમાં પહેલો કેસ 9 ડિસેમ્બરે જોવા મળ્યો હતો. 29 ડિસેમ્બરની બપોર સુધીમાં કુલ 980 કેસ નોંધાયા છે. શિયાનની વસ્તી એક કરોડ 30 લાખ જેટલી છે. સ્થિતિ એટલી ઝડપથી બગડી છે કે 23 ડિસેમ્બરથી અહીં કડક લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. તે અત્યાર સુધી ચાલુ છે. તમામ પ્રકારના જાહેર મેળાવડા, દુકાનો અને લોકલ ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી સેવાઓ અને હોસ્પિટલો જ ખુલ્લી છે.

 

(7:01 pm IST)