Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે થયેલ ઝંગમાં બાળકો પર થઇ વધુ અસર

નવી દિલ્હી  : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સમર્થક ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી વખત લોહિયાળ જંગ થયો. હમાસે ઈઝરાયેલ ઉપર રોકેટ હુમલો કર્યો હતો. એનાથી આ લોહિયાળ સંઘર્ષ શરૂ થયો હતો. ત્યારબાદ ઈઝરાયેલે એક પછી એક એરસ્ટ્રાઈક કરીને પેલેસ્ટાઈન તરફ વિનાશ વેર્યો હતો. બંને વચ્ચેની લડાઈમાં સામાન્ય લોકોને પારાવાર નુકસાની વેઠવી પડી હતી. ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ગાઝાપટ્ટીમાં ઘણાં મકાનો ધરાશાયી બની ગયા હતા. બાળમાનસ ઉપર આ લોહિયાળ જંગ આજીવન કોતરાયેલો રહેશે. ત્રણ-ચાર વર્ષની છોકરી તેના ચારેબાજુથી તૂટી ગયેલા ઘરમાંથી બહારનું દૃશ્ય ઝીલે છે. આ દૃશ્ય કદાચ તેના માનસમાંથી ક્યાકેય ભૂસી નહીં શકાય. દિવસો સુધી સંઘર્ષ ચાલ્યો એટલે તંબુમાં રહેતા બાળકોએ મીણબત્તીના અજવાળે ઈઝરાયેલના શાસકો અને હમાસના હુમલાખોરોને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. આ તસવીરોમાં ચારેતરફ ખંઢેરમાં ફેરવાઈ ગયેલા મકાનો નજરે પડે છે. એના પરથી આ સંઘર્ષની ભયાનકતાનો ચિતાર મેળવી શકાય છે.

(7:00 pm IST)