Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કોંગોના વિરુંગા નેશનલ પાર્કમાં ગોરીલા સાથે માણસની અનોખી દોસ્તી જોવા મળી

નવી દિલ્હી  : કોંગોના વિરૂન્ગા નેશનલ પાર્કમાં નડાસાકી નામનો એક ગોરિલા તેની સંભાળ રાખતા એન્ડ્રી બૌમાનો ખાસ દોસ્ત બની ગયો હતો. ૨૦૦૭માં આ ગોરિલા માંડ બે-ત્રણ મહિનાનો હતો ત્યારે તેને આ નેશનલ પાર્કમાં લવાયો હતો. ત્યારથી એન્ડ્રી તેની સંભાળ રાખતો હતો. અગાઉ આ બંનેની સેલ્ફિ વાયરલ થઈ હતી ત્યારે નડાસાકી દુનિયાભરમાં જાણીતો બન્યો હતો. ૨૦૨૧માં ૧૪ વર્ષનો ગોરિલા ભારે બીમાર પડયો. તેની આખરી ઘડી ગણાતી હતી. છેક સુધી એન્ડ્રી બૌમાએ તેની ભારે સંભાળ રાખી. આખરે ૨૧મી સપ્ટેમ્બરે તેણે કેરટેકર દોસ્ત એન્ડ્રીના ખોળામાં જ છેલ્લાં શ્વાસ લીધા હતા. બંનેનો છેલ્લી પળોનો લાગણીસભર ફોટો વિરૂન્ગા નેશનલ પાર્કે જાહેર કર્યો હતો. એ તસવીર દુનિયાભરમાં વાયરલ થઈ હતી. લોકોએ આ અનોખી દોસ્તીને દુર્લભ ગણાવીને પ્રશંસા કરી હતી. 

(7:00 pm IST)