Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સ્વિટ્ઝર્લૅન્ડની પહાડીઓમાં ઈજાગ્રસ્ત આ ગાયને હેલીકૉપટરની મદદથી બચાવવામાં આવી

નવી દિલ્હી: સ્વિટઝર્લેન્ડની પહાડીઓમાં એક ઈજાગ્રસ્ત ગાય ફસાઈ ગઈ હતી. કેમેય કરીને તેને નીચે લાવી શકાય તેમ ન હતી. ત્યાં પણ તેની સારવાર શક્ય ન હતી. પહાડીઓમાં રહેતા એક ખેડૂત ગાયને ચરાવતો હતો. ગાય થોડી ઊંચી પહાડીઓમાં પહોંચી ગઈ અને ત્યાં તેના પગમાં ઈજા થઈ. એ પહાડીઓમાં વાહનો પહોંચી શકે તેમ ન હતા. આખરે ખેડૂતે સ્થાનિક સરકારીતંત્રની મદદ માગી હતી. ગાયને બચાવવાનો બીજો કોઈ રસ્તો ન જણાતા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. ગાયને ચારેબાજુથી બરાબર બાંધ્યા બાદ હેલિકોપ્ટરની મદદથી તેને નીચે લાવવામાં આવી હતી. આ ઘટનાના ફોટો અને વીડિયોએ દુનિયાભરના ઈન્ટરનેટમાં જગ્યા મેળવી હતી.

(6:59 pm IST)