Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કેનેડામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર પરત

નવી દિલ્હી: કેનેડામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર હવે કોરોનાના દર્દીઓની કોરોના ગ્રસ્ત સ્ટાફ પાસે જ સારવાર કરાવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે કેનેડાના ક્યુબેક રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોને ફરી ફરજ પર બોલાવવામાં આવ્યા છે.આ રાજ્યમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.અહીંયા રોજ નવા દર્દીઓની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.છેલ્લા 24 કલાકમાં આ એક જ રાજ્યમાં 12000 દર્દીઓ સામે આવ્યા છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ક્રિશ્ચિયન દુબેનુ કહેવુ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ એટલુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે કે, મોટી સંખ્યામાં કોરોના ગ્રસ્ત લોકોને કામ પર બોલાવવાની ફરજ પડી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.જોકે કોરોના સંક્રમિતોને ફરજ સોંપતી વખતે કાળજી રાખવામાં આવી રહી છે.કોરોનાના કેટલા લક્ષણો વ્યક્તિમાં છે તેના આધારે જ તેને ફરજ પર બોલાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

(6:59 pm IST)