Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

હેલ્લો, દુનિયા ! નાનું ટ્વિટ, મોટું અચિવમેન્ટ

ના બોલ્યા, ના ટાઈપ કર્યું, પહેલી વખત સીધુ મગજ દ્વારા કરાયું ટ્વિટ : ઓસ્ટ્રેલિયાના લકવાગ્રસ્ત દર્દી ફિલિપ ઓ'કીફે આ ટ્વિટ સિંક્રોન કંપનીના સીઈઓ થોમસ ઓકસલીના ટ્વિટર હેન્ડલ પરથી કર્યું

નવી દિલ્હી, તા.૨૯: ઓસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત દર્દીએ પોતાના હાથોનો ઉપયોગ કર્યા વગર, બોલ્યા વગર અને શરીર હલાવ્યા વગર પહેલી વખત પોતાનો એક મેસેજ લખ્યો છે. તેમણે આ મેસેજ ટ્વિટર પર પણ શેર કર્યો છે જેને જોઈ સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

આ લકવાગ્રસ્ત દર્દીનું નામ ફિલિપ ઓઁકીફ છે અને તેમની ઉંમર ૬૨ વર્ષ છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતુે,  ૅહેલ્લો, દુનિયા! નાની ટ્વિટ, મોટું અચિવમેન્ટ.ૅ ફિલિપ ઓઁકીફે આ ટ્વિટ સિંક્રોન કંપનીના સીઈઓ થોમસ ઓકસલીના ટ્વિટર હેન્ડલ પરથી કરી હતી.

આ સાથે જ ફિલિપ ઓકીફે ડોકટર્સનો મગજમાં પેપરકિલપના પ્રત્યાર્પણ માટે આભાર માન્યો હતો.

સિંક્રોન કંપનીએ તેમના મગજમાં માઈક્રોચિપ ઈમ્પ્લાન્ટ કરીને તેમને પોતાના વિચારોને શબ્દોમાં બદલવાનો પાવર આપ્યો છે. ફિલિપના મગજમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવેલી માઈક્રોચિપ મસ્તિષ્કના સંકેતોને વાંચે છે. બાદમાં તે સંકેતોનું વિશ્લેષણ કરે છે અને મસ્તિષ્કના નિર્દેશને સમજીને તેને શબ્દોમાં બદલે છે.

ફિલિપે આ પ્રણાલીને ખૂબ જ આશ્ચર્યજનક ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે જ્યારે તેમણે પહેલી વખત આ તકનીક અંગે સાંભળ્યું ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો હતો. તેનાથી તેમને અંદાજો આવી ગયો કે, તેમનું કામ કેટલું સરળ બની જશે.

તેમના કહેવા પ્રમાણે તેમના માટે આ બાઈક ચલાવતા શીખવા જેવો જ અનુભવ છે. આ માટે ખૂબ પ્રેકિટસની જરૂર પડે છે. પરંતુ એક વખત તમે જ્યારે આ સમજી લો છો તો તમારા માટે આ તકનીક ખૂબ સરળ બની જાય છે અને તમે તેનો આરામથી ઉપયોગ કરી શકો છો.

થોમસ ઓકસલીએ જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય આ તકનીક દ્વારા એવા લોકોને સુવિધા પૂરી પાડવાનો છે જે શારીરિક અને માનસિક અક્ષમતાના કારણે બીજાના સહારે જીવે છે. આ સાથે જ તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, તેઓ લોકો માટે થોટ્સ દ્વારા કશુંક લખવા કે ટ્વિટ કરવાનો રસ્તો સરળ બનાવી શકશે.

(3:50 pm IST)