Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ન્યુયોર્કની એક રેસ્ટોરાંએ તરબુચને ભૂંજીને એમાંથી બનાવી વેજિટેરિયન મીટની ડીશ

ન્યુયોર્ક તા ૨૮ : મીટની વાત આવતાં જ વેજિટેરિયન્સનાં ભવાં ચડી જાય છે, જોકે અમેરિકાના ન્યુયોર્કના ઇસ્ટ વિલેજમાં આવેલી ડકસ ઇટરી નામની રેસ્ટોરામાં શેફે સ્વેસ્જટેરિયન મીટની ડીશ તૈયાર કરી છે. દેખાવમાં મીટ જેવી જદેખાતી આ ડિશ પ્યોર વેજિટેેરિયન છે અને એ માટે માત્ર આખેઆખૃં તરબુચ વપરાયું છે. રેસ્ટોરાનાં માલિક અને શેેફ વિલ હોરોવિઝે આ માટે તરબુચને ખાસ રીતે ટ્રીટ કર્યુ છે. જેમ માંસને મસાલામાં ભેળવીને રાખી મુકવામાં આવે છે એમ તેણે સીડલેસ તરબુચની છાલ કાઢીને આખેઆખુ જ  મસાલમાં ભેળવીને તૈયાર કર્યુ છે. એ પછી એને સ્મોકમાં ભૂજવવામાં આવે છે. ભૂંજેલા તરબૂચને ઉપરથી કાપા પાડીને એમાં હર્બ્સ, સોલ્ટ અને ઓલિવ ઓઇલ લગાવીને ફરીથી આગમાં ચૂંજવામાં આવે છે. બહારથી ભૂંજાયેલા તરબૂચને જયારે કાપવામાં આવે ત્યારે લિટરલી માંસનો લોચો જ કાપવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. વેજેટેરિયન્સ લોકોને વિલ હોરોવિઝની આ રેસિપીમાં રસ પડયો છે અને લોકો આ રેસ્ટોરામાં વેજેટેરિયન મીટ ટ્રાય કરી રહ્યા છે. જોકે નોન-વેજેટેરિયન્સને આ વાનગી ખાસ આકર્ષિત નથી કરી શકી.

(3:26 pm IST)