Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જંગલમાં લગ્નની તસવીરો પડાવી રહ્યું હતું યુગલ, અચાનક તેમની જોડે જિરાફ આવીને ઊભું રહી ગયું

શનિવારે સવારે ચર્ચામાં લગ્ન કરીને ત્રિસ્ટાન બર્ન્સ અને લ્યુક કાશેન્ગન નામનું યુગલ સાઉથ આફ્રિકાના નેચર રિઝવમાં આફટર-વેડિંગ ફોટોગ્રાફી માટે પહોંચ્યું. જંગલની સાંકડી કેડીઓમાં તેઓ તસ્વીરો પડાવી રહ્યા હતા એવામાં એક જિરાફ ધીમે-ધીમે ચાલીને ત્યાં પહોંચી ગયું. આ નેચર પાર્કના અધિકારીઓ આ જિરાફને જાણતા હોવાથી તેમણે યુગલને શાંતિ રાખવા જણાવ્યું. એબી નામનું આ જિરાફ બહુ પ્રેમાળ છે અને લોકો સાથે મળતાવડું પણ. જિરાફભાઇ લગભગ વીસેક મિનિટ આ યુગલ અને તેમની સાથે આવેલા મહેમાનો સાથે રહ્યા અને પછી ત્યાંથી આગળ ચાલી ગયા. જોકે આ દરમ્યાન ફોટોગ્રાફરે જિરાફ સાથે યુગલની યાદગાર તસવીરો ખેંચી લીધી.

(4:10 pm IST)