Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કાગળને કરન્ટ આપો તો એને ધારો એમ વાળી શકાય

નવી દિલ્હી તા ૨૭ : સાદો કાયગળ આદેશ પ્રમાણે વાળી કે ખુલી જાય એવી લો-કોસ્ટ સ્માર્ટ પેપર ટેકનોલોજી હમેરિકાના વિજ્ઞાનીઓએ વિકસાવી છે. સાદા કાગળ પર સસ્તા ૩ડી પ્રિન્ટર વડે કન્ડકિટંગ થર્મોપ્લાસ્ટીકનું પાતળુ પડ ચડાવીને અથવા હાથ વડે રંગ લગાવીને એનો ઉપયોગ લો-કોસ્ટ, રિવર્સિબલ એકયેુટેટરે (ગતિ આપનાર) રૂપે કરી શકાય છે.

ઇલેેકટ્રિકલ કરન્ટ લાગુ કરવામાં આવ્યા પછી થર્મોપ્લાસ્ટિક ગરમ થઇને ફેલાતાં વિસ્તરેે છે. એથી કાગળ વાળીકે ખોલી શકાય છે. ઇલેકટ્રિકલ કરન્ટ કાઢી લેવાતાં કાગળ ફરી એના મૂળ રૂપમાં આવે છે. એકયુટેશન (ગતિશીલતા) ની ક્રિયા કાગળને અન્ય માધ્યમમાં ફેરવે છે. એકયુટેશનથી કાગળ ખરેખર અન્ય માધ્યમમાં  ફેરવાય છે એના કલાકીય અને વાસ્તવિક બન્જે પ્રકારના ઉપયોગ શકય બને છે.

એ રીતે બોલ કે સિલિન્ડર જેજી વસ્તુઓ બનાવી શકાય છે. એ પદ્ધતિએ આકાર બદલતા અનેકેટલાક પ્રમાણમાં પ્રકાશ-પ્રસારણનું નિયત્રણ કરી શકે એવા લેમ્પ-શેડ પણ બનાવી શકાય છે. લજામણીનો કૃત્રિમ છોડ પણ બનાવી શકાય છે. જૂન મહિનામાં ચીનની યુનિવર્સિટીના પ૦ સ્ટુડન્ટસે પેપર એકયુટેશન ટેકનોલોજી દ્વારા ફેમસ આર્ટવર્કસના અર્થઘટન જેવી પોપ-અપ બુકસ પણ રચી છે. હાલમાં કાગળના બનેલા મોટાભાગના રોબોને પણ એકસ્ટર્નલ મોટરની જરૂર પડે છે, પરંતુ આ સંશોધન રોબોટિકસ ઉપરાંત ઇન્ટર-એકટીવ આર્ટ એન્ટરટેઇનમેન્ટ અને હોમ એપ્લિકેશન્સની દિશામાં નવા અવસરો ખોલે છે.

(4:09 pm IST)