Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સાયન્ટિસ્ટોએ તૈયાર કર્યો વર્ચ્યુઅલ ડોગ

લંડન તા ૨૭ : વૈજ્ઞાનિકોએ આભાસી  શ્વાન તૈયારકર્યો છે, જેનો ઉપયોગ શ્વાનને કરડતાં રોકવાનું શીખવવા માટેકરી શકાય છે. વર્ચ્યુલ રિયલીટીના અનુભવને કારણે આક્રમકતા દર્શાવતા શ્વાન સાથે સુરક્ષિત અને નિયંત્રિત રીતે વર્તવામાં સહાયતા મળશે. આ આભાસી શ્વાન બાળકો તેમજ પેખ્ત વયના લોકોને આક્રમક, કરડવા માગતા અને ડરામણા એમ શ્વાનનું પ્રત્યેક ચોક્કસ વર્તન ઓળખવામાં મદદ કરશે.

બ્રિટનની લિવરપુલ યુનિવર્સિટીના સંશોધકો એવું ડિજીટલ સાધન વિકસાવવા માગેછે જે લોકોને શ્વાનના વર્તનના આધારે એના પરના દબાણ (સ્ટ્રેસ) ને પારખી લઇને એ કરડી શકે છે કે કેમ એ ઠરાવી શકે. તેમપે કેટલીક બોડી-લેન્ગ્વેજ અને વર્ચ્યુલ વાતાવરણમાં દર્શાવાયેલી વિગતો વાસ્તવીક શ્વાનના વર્તન અને પ્રતિક્રિયા સાથે મેળ ખાતી હોય એની ચોક્કસાઇ રાખી છે.

જેવો કોઇ યુઝર શ્વાનની તરફ જાય કે તરત જ એના વર્તન અને બોડી-લેન્ગ્વેજમાં ફેરફાર થવાની શરૂઆત થાય છે. એ આક્રમકતા દર્શાવવા લાગે છે. એમ જીભ બહાર કાઢવી, માથું અને શરીર નીચું કરવ આગળના પંજોં  ઉંચા કરવા, ઘુરકિયાં કરવાં દાંત ભીંસીને સામે થવાની કોશીશ કરવી જેવા વર્તનનો સમાવેશ છે.

(4:08 pm IST)