Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કાર્ડિયો વેસ્કયુલર બીમારીથી મૃત્યુની આગાહી કરી શકે કપાળની કરચલીઓ

પેરીસ તા ૨૭ : કપાળ પરની કરચલીઓ ફકત વધતી ઉૅમરનેઁું જ પરીણામ નથી. એ કાર્ડિયો-વેસ્કયુલર ડિસીઝ (CVD) કારણે વહેલા મૃત્યુનો સંકેત પણ હોઇ શકે છે. ફ્રાન્સના સંશોધનકારોએ જણાવ્યું હતું કે 'કપાળ પરની કરચલીઓ ઉંમર અનુસાર સહજ ગણાતા પ્રમાણ કરતા વધારે હોય તો એસ્થેરોકિલેરોસિસ અથવા રકતવાહીનીઓ છારી બાઝી જવાને કારણે બરડ બની ઁજવા જેેવી બીમારીઓથી મૃત્યુની શકયતાઓ વધે છે. રકતવાહીનીઓમાં છારી બાઝી જવાથી હાટૈ-એટેક અને CVD  ની શકયતાઓ વધી જાય છે.

કપાળ પરની કરચલીઓ ફકત વધતી ઉંમરનું જ પરીણામ નથી. એ કાર્ડિયો-વેેસ્કયુલર ડિસીઝ (CVD) ને કારણે વહેલા મૃત્યુનો સંકેત પણ હોઇ શકે છે. ફ્રાન્સના સંશોધનકારોએ જણાવ્યું હતું કે 'કપાળ પરની કરચલીઓ ઉંમર અનુસાર સહજ ગણાતા પ્રમાણ કરતા વધારે હોય તો એસ્થેરોકલેરોસિસ અથવા રકતવાહીનીઓ છારી બાઝી જવાને કારણે બરડ બની જવા જેવી બીમારીઓથી મૃત્યુની શકયતાઓ વધે છે. રકતવાહિનીઓમાં છારી બાઝી જવાથી હાર્ટ-એટેક અને CVD  ની શકયતાઓ વધી જાય છે.

કપાળ પરની કરચલીઓ એસ્થેરોસ્કલેરોસિસ ં  ચિહ્ન હોઇ શકે છે. સંશોધનકારોએ જણાવ્યા મુજબ કપાળ પર જેટલી વધારે કરચલીઓ હોયએટલું કાર્ડિયો-વેસ્કયુલર ડિસીઝથી મૃત્યુનું જોખમ વધે છે. આંખોની ભ્રમર પર કરચલીઓ હ્રદયરોગના જોખમનો, બ્લડ-પ્રેશર અને લિપિડ પ્રોફાઇલ જેવો આધારભુત માપદંડ નથી, પરંતુ એના દ્વારા પણ બીમારીઓ માટે લાલ બતીની શકયતા રહે છે.

એસ્થેરોસ્કલેરોસિસ અને કપાળ પરની કરચલીઓની બાબતમાં કોલાજન પ્રોટીન અને ઓકિસડેટિવ સ્ટ્રેસમાં ફેરફારો મહત્વની ભૂમિકા ભજવે છે. વળી કપાળ પરની રકતવાહિનીઓ પણ એટલી સાંકડી હોય છે કે એમાં છારી બાઝીે તો કપાળ પર કરચલીઓ દેખાય. એથી કાર્ડિયો-વેસ્કયુલર ડીસીઝ કે હાર્ટ-એટેકના જોખમ વિશે આગાહી કરી શકાય છે.૩૨૦૦ વર્કીગ એડલ્ટ્સનાઅભ્યાસ બાદ કાર્ડિયો વેસ્કયુલર ડિસીઝના જોખમનો અભ્યાસ કરી શકાયો હતો.

(4:07 pm IST)