Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

રોબો વેઇટર્સ ધરાવતી પહેલી રેસ્ટોરાં ખૂલી નેપાલામાં નેપાલીની

રાજધાની કાઠમંડુમાં નવી ખૂલેલી રેસ્ટોરાંએ સ્થાનિક લોકોમાં જબરૃં આકર્ષણ જમાવ્યું છે. નાઉલો નામની આ રેસ્ટોરાંમાં પાંચ રોબો વેઇટર્સ તહેનાત કરવામાં આવ્યા છે. આ રેસ્ટોરાંની ટેગલાઇન છે-વેર ફૂડ મીટ્સ ટેકનોલોજી. નાઉલોનો મતલબ થાય નવુંનવેલું. નેપાલમાં જ નહી, સાઉથ એશિયામાં પહેલવહેલી વાર આવી ડિજિલાઇઝ્ટ રેસ્ટોરાં બની હોવાથી ખાસ આ નામ પસંદ કરવામાં આવ્યું છે. રેસ્ટોરામાં ત્રણ રોબોનું નામ જિન્જર છે અને બેનું નામ ફેરી છે. નેપાલી કંપનીએ જ આ રોબો તૈયાર કર્યા છે. આ રેસ્ટોરાંમાં તમે પ્રવેશો એટલે કોઇ માણસ તમને સર્વ કરવા કે ગ્રીટ કરવા નહીં આવે. તમારા ટેબલ પર જ એક ડિજિટલ સ્ક્રીન લગાવેલી છે જેમાં મેનુ ફીડ કરેલું છે. જેમ તમે મોબાઇલથી ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરતા હો એમ આ સ્ક્રીન પર તમારો ઓર્ડર આપી દેવાનો. જેવું તમારૃં ભોજન તૈયાર થાય એટલે રોબો રેસ્ટોરાંના કિચનમાંથીએ કલેકટ કરીને તમારા ટેબલ પર લાવીને સર્વ કરશે. જિન્જર નામનો રોબો જરા એકસ્ટ્રા સ્માર્ટ છે. એ તમારા બેસિક સવાલોના જવાબ પણ આપી શકે છે. જોકે એને ઇંગ્લિશ અને નેપાલી ભાષા જ આવડે છે.

(4:06 pm IST)