Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

પોતાની બ્રેઇન-સર્જરી દરમ્યાન આ સ્કૂલ-ટીચરે ડોકટરને જોકસ કહ્યા ને ગીતો ગાઇ સંભળાવ્યાં

લંડન તા. ર૭ :.. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રહેતાં સારા ફિલો નામનાં સ્કૂલ-ટીચરને મગજમાં ગાંઠ થઇ હતી. એને કારણે તેમને વારંવાર વાઇના હૂમલા આવતાં. ડોકટરને બતાવ્યું તો ખબર પડી કે તેમના મોટા મગજમાં ગાંઠ થઇ રહી છે જે ધીમે ધીમે મોટી થઇ રહી છે. ટયુમરની જગ્યા એવી ક્રિટિકલ હતી કે એ કાઢતી વખતે દરદી જાગ્રત હોય એ જરૂરી હતું. જો ટયુમર કાઢવામાં ન આવે તો ધીમે-ધીમે કરીને દરદીની બોલવા, સાંભળવા અને શરીરના હલનચલનની ક્ષમતા ક્ષીણ થઇ જાય એમ હતી. આ બહેન પર ડોકટરોએ બ્રેઇન-સર્જરી કરી જે નવ કલાક ચાલી. વ્યવસાયે સ્કુલ-ટીચર એવાં આ બહેન કયારેક સ્ટેન્ડઅપ કોમેડી અને ઓપેરા સિંગીંગ પણ કરતાં હતાં. બહેને નવ કલાકની આ સર્જરી દરમ્યાન તેમની બધાી જ સાઇડ-સ્કિલ્સ ડોકટરો સામે રજૂકરી હતી. પહેલાં તેણે ગીતો ગાયાં, પછી ડોકટરોની સર્જરી કરવાની સ્ટાઇલ પર ઇન્સ્ટન્ટ કોમેડી કરી અને પછી ઓપરેશન થિયેટરમાં હાજર સ્ટાફને સંબોધીને તેણે જોડકણાં રચીને ગાવાનું શરૂ કરી દીધું. જાગતા દરદી પર સર્જરી કરવાનું ન્યુરોસજર્યનો માટે સામાન્ય થઇ ગયું છે, પરંતુ ઓપરેશન-ટેબલ પર દરદી આવી કોમેડી કરતો હોય એવું ભાગ્યે જ બને.

(11:52 am IST)