Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

લિપસ્ટીકમાં રહેલાં ઝેરી રસાયણો થી આરોગ્ય બગડી શકે

ન્યુયોર્ક તા ૨૭ : યુનિવર્સિટી ઓફ કોલિફોર્નિયાના એક અભ્યાસ મુજબ લિપસ્ટિક લગાવવાથી એમાં રહેલું સીસું મોઢામાં જવાથી અરોગ્યને નુકશાન થાય છે. આ વિશે રિસર્ચ કરનારા સાયન્ટિસોએ લિપસ્ટિકસ કે અન્ય કોસ્મેટીકસને બાળકોથી દુર રાખવાની ભલામણ કરી છે. ઘણી મહિલાઓ દિવસમાં ઓછામાં ઓછા બે વખત અને વધારેમાં વધારે ૧૪ વખત હોઠ પર લિપસ્ટિક લગાવેછે અને એના કારણે સરેરાશ રોજ ૮૭ મિલીગ્રામ જેટલું રસાયણ તેમના શરીરમાં જાય છે. લિપસ્ટિકમાં સીસું હોવાથી એ આરોગ્યને નુકશાનકારક છે. સીસુ ન્યુરોટિકસન હોવાથી મગજ પર અસર થાય છે અને કારણે ભણતર અને ભાષા સંબઘી મુશ્કેલીઓ ઉભી થાય છે. મગજની કોઇ નવી બાબત શીખવાની ક્ષમતા અને ભાષાઓ જાણવા-સમજવાની ક્ષમતા પર સીસાની ન્યુરોટિકશન કવોલીટીઝ અસર કરે છે. નોંધપાત્ર બાબત એવી છે કે સીસાને હોઠ સરળતાથી એબસોર્સ કરે છે. લાલ અને પ્રગાઢ રંગોની લિપસ્ટિકસમાં ધાતુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. કોઇ મહિલા વારંવાર લિપસ્ટિક લગાવ્યા પછી વારંવાર હોઠોને ચાટવા, સ્પર્શવા અથવા લાંબા વખત સુધી ટકતો કલર લગાવવાથી આરોગ્યને ઘણું નેકસાન થઇ શકે છે.

આરોગ્ય નિષ્ણાંતો લિપસ્ટિક લગાવતાં પહેલા બેન્ ોગાવવાની અને દિવસમાં વારંવાર ન લગાવવાની ભલામણ કરે છે. (૩.૨)

(11:51 am IST)