Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ચાલશે નહિં દોડવા લાગશે બાળકનું મગજ

ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતુ, પરંતુ, તેના કારણે તમને પોષણ મળે છે. મોટા ભાગે બાળકો સરખુ ભોજન લેતા નથી. જેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. ખાસ કરીને બાળકની ખાણી-પીણીનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો તેના વિકાસમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તો જાણો એ આહાર વિશે, જે બાળકના મગજને દોડતુ કરવાનું કામ કરે છે.

બાળકના ડાયટમાં બદામ અવશ્ય સામેલ કરો. બદામ ઉપરાંત અખરોટ પણ મગજની શકિત વધારવાનું કામ કરે છે. તેથી દરરોજ રાત્રે ૨ અખરોટ પલાળી અને સવારે બાળકને ખવડાવવા. તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.

વિટામીન-સીયુકત આમળા મગજ માટે ખુબ જ સારા ગણાવામાં આવે છે. તેના સેવન માટે દરરોજ ખાલી પેટ બાળકને આમળાનો મુરબ્બો ખાવા માટે આપવો. દરરોજ એક આમળુ ખાવાથી મગજના વિકાર દૂર થાય છે.

બાળકના મગજને સતેજ બનાવવા અને તેની યાદશકિત વધારવા માટે વરિયાળીનો પાવડર સવાર-સાંજ ગરમ દૂધ સાથે આપો.

 

(9:30 am IST)