Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જે લોકોને આ સમસ્યા છે તે ભુલથી પણ ન કરતા પપૈયાનું સેવન

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે પપૈયુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ વિટામીન આપણને કેટલીય બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. મેગ્નેશીયમ પોટેશીયમ નિયાસીન પ્રોટીન કેરોટીન અને પ્રાકૃતિક ફાઈબરથી ભરપુર પપૈયુ આપણી પાચનક્ષમતાને પ્રોત્સાહિત કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે વધારે માત્રામાં તેનું સેવન કરવાથી શરીરને નુકશાન પણ પહોંચી શકે છે. જે લોકોને આ સમસ્યા હોય તેને પપૈયાનું સેવન ન કરવું.

પપૈયાનું સેવન કરવુ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નુકશાન સાબીત થયુ છે, જે લોકો બ્લડ પ્રેશરની દવાઓ લે છે તેને પપૈયાનું સેવન ન કરવુ જોઈએ.

પપૈયુ વિટામીન-સી એન્ટી-ઓકિસડેન્ટથી ભરપુર હોય છે, જે શરીરમાં રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે. તે આપણે બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ, એક અભ્યાસમાં એ વાત બહાર આવી છે કે વિટામીન સીના વધારે પડતા સેવનથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે.

જો તમારી ત્વચા ખાસ કરીને હાથ પીડા પડી રહ્યા હોય તો તમને કેરોટેનેમિયા નામનો રોગ હોય શકે છે. તેનાથી આંખો અને હથેળીનો રંગ પીળો થઈ જાય છે. પપૈયામાં બીટા-કેરોટીન હોય છે. જે એલર્જીનું કારણ બની શકે છે. તેના વધારે સેવનથી તમારી ત્વચા ઉપર ખરાબ અસર પડી શકે છે.

(9:29 am IST)