Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જીમ જવાની પણ હોય છે એક ઉંમર

આજના સમયમાં લોકો આકર્ષક દેખાવ મેળવવા માટે જીમ જવાનુ પસંદ કરે છે. હાલ યુવાનો સહિત મોટી ઉંમરના વ્યકિતઓ અને નાની ઉંમરના  લોકોમાં પણ જીમ જવાનો ક્રેઝ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, જીમ જવાની પણ પોતાની  એક ઉંમર હોય છે. જો તમે સમયથી પહેલા જ જીમ જવાનું શરૂ કરી દો છો, તો તેની વિપરીત અસર તમારા સ્વાસ્થ્ય  ઉપર  પડે છે. તો જાણો જીમ જવા માટેની યોગ્ય ઉંમર વિશે.

એ વાત યોગ્ય છે કે, શારીરિક વિકાસ માટે વ્યાયામ કરવો  જરૂરી છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે, બાળકને કસરત કરવા માટે જીમમા મોકલવું જોઇએ. ૧૫ વર્ષથી નીચેના બાળકોને જીમ ન જવું જોઇએ. તેનાથી તેના શરીર પર વિપરીત અસર પડે છે.

 આ ઉપરાંત જ્યારે પણ તમે જીમ શરૂ કરો છો, તો કોઇ જીમ ટ્રેઇનરની દેખરેખમાં જ કસરત કરવી.

કેટલાક બાળકો પોતાની બોડી બનાવવાના ચક્કરમાં સપ્લીમેન્ટ્સ વગેરેનુ સેવન કરે છે. પરંતુ આ ઉંમરમાં કોઇ પણ માર્કેટ પ્રોડકટનો ઉપયોગ કરવો યોગ્ય ગણવામાં આવતો નથી.   

(9:29 am IST)