Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આ છે દુનિયાની સૌથી મોંઘી દવા

નવી દિલ્હી: અમેરિકામાં દુનિયાની અત્યારસુધીની સુધી મોંઘી દવાનો ઉપયોગ થવા જઈ રહ્યો છે આ દવાને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારીના જિન થેરેપી માટે વાપરવામાં આવશે માંસપેશીઓનું રક્ષણ કરનાર આ દુર્લભ બીમારી ખુબજ  જીવલેણ છે આ બીમારી ઝડપથી ફેલાઈ  રહી છે અને આ બીમારીની અંદર બાળકો બે વર્ષની અંદર જ મોતને ભેટે  છે. અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ દવાને મંજૂરી આપી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. અને તેની કિંમત અંદાજે 2.1 મિલિયન ડોલર છે.

(6:27 pm IST)
  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST

  • આસામમાં રાજ્યસભાની ટીકીટ રામ વિલાસ પાસવાનને ન આપી:ભાજપએ આસામમાં રાજ્યસભાની ટીકીટ કામાખ્યા પ્રસાદ તાસાને આપી છે. એવું મનાતું હતું કે અહીંથી રામ વિલાસ પાસવાનને ટીકીટ આપવામાં આવશે. access_time 9:51 pm IST

  • મરિયમ નવાઝની નિયુક્તિનીને પડકારતી અરજીનો ચૂંટણી આયોગે કર્યો સ્વીકાર :પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના ઉપાધ્યક્ષ તરીકે મરિયમ નવાઝની નિયુક્તિની અરજી સ્વીકારતા નવાઝ પરિવારને મોટો ફટકો :અરજીમાં પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમને પાર્ટીના કોઈપણ પદને સંભાળવા માટે અયોગ્ય ગણાવાઈ છે :સત્તારૂઢ પીટીઆઈના સભ્ય દ્વારા દાખલ અરજી પર મુખ્ય ચૂંટણી આયોગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠે સુનાવણી દરમિયાન મરિયમને જવાબ આપવા નોટિસ મોકલી access_time 1:21 am IST