Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કબાડીમાંથી નકામી બોટ ખરીદીને ટીનેજરે કાયાપલટ કરીને બનાવી દીધી લકઝુરિયસ

લંડન, તા. ર૭ : ઇંગ્લેન્ડના લેન્સેસ્ટરમાં બિલી વાલ્ડેન નામના ટીનેજરે વેસ્ટમાંથી બેસ્ટનો નમૂનો તૈયાર કર્યો છે. બિલીને કાર્પેન્ટરી બહુ ગમતી હોવાથી તેણે એક તૂટેલી-ફૂટેલી બોટ સેકન્ડ-હેન્ડ ચીજોની માર્કેટમાંથી ખરીદી હતી અને પછી એની સિકલ બદલવા માટે કમર કસી લીધી હતી ભલે બોટ કબાડમાં હતી, પણ એની કિંમત હતી લગભગ સાડાચાર લાખ રૂપિયા. જયારે તે આ બોટ ખરીદી લાવ્યો ત્યારે તેની મમ્મી અને બહેન માથે હાથ દઇને બેઠેલા કે હવે આ ભંગારનું શું કરીશું ? જોકે બિલીએ જાતે જ કાર્પેન્ટરી કરીને એને અંદર અને બહાર બન્ને તરફથી ચેન્જ કરીને મજાની હાઉસબોટ તૈયાર કરી દીધી છે. અલબત્ત, એ માટે પણ તેણે બીજા અઢી લાખ જેટલો ખર્ચ કર્યો હતો. ચાર વર્ષ પહેલા બિલીએ સુથારીકામ કરવાનું શરૂ કર્યું હતું. તેને ફાવટ આવી ગયા પછી તે કોઇક એવો પ્રોજેકટ હાથમાં લેવા માગતો હતો કે તેનું કામ વખણાય. મમ્મી-બહેન સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે તેને હાઉસ બોટ બનાવવાનો આઇડિયા આવ્યો હતો. જુની બોટ પર બિલીએ ૮ વીક મહેનત કરી અને એમાં બે રૂમ, બાથરૂમ અને કિચન મળી આખું ઘર તૈયાર કર્યું હતું. તેનું આ કામ જોઇને ઇન્સ્ટિસ્ટયુટ ઓફ કાર્પેન્ટરીએ તેને ઓફિશ્યલ લાઇસન્સ આપવાની ઇચ્છા વ્યકત કરી હતી.

(9:49 am IST)