Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વિશ્વની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા શરૂ

અકરા, તા.૨૭: વેસ્ટ આફ્રિકન દેશ ઘાનામાં દુનિયાની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા શરૂ થઇ છે. લગભગ ૩ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ડ્રોનની ૬૦૦ જેટલી ઉડાન થશે. આ સર્વિસથી દેશના સવા કરોડ લોકોને ફાયદો થશે. આ ડ્રોન દ્વારા ૨૦૦૦ હેલ્થ-સેન્ટરોમાં વેકિસન, લોહી અને દવાઓની સપ્લાય કરવામાં આવશે.

ડ્રોન સર્વિસ માટે ચાર હબ બનાવવામાં આવ્યાં છે અને પ્રત્યેકમાં ૩૦ ડ્રેશ રખાયાં છે. કેલિફોર્નિયાની રોબોટિકસ કંપની ઝિપલાઇને આ ડ્રોન્સ બનાવ્યાં છે. એક તરફ એવું કહેવાય છે કે હવે દવાના અભાવે કોઇ નાગરિકનો જીવ જોખમમાં નહીં મુકાય, જયારે કેટલાકનું કહેવું છે કે દેશમાં માત્ર પંચાવન એમ્બ્યુલન્સ છે ત્યારે આ પૈસા એમ્બ્યુલન્સ-કિલનિકને વધુ સારી અને વિસ્તૃત બનાવવામાં વાપરવા જોઇતા હતા.(૨૨.૭)

(3:42 pm IST)