Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કેસર : મટાડશે અનેક રોગોને

ખાવામાં સ્વાદિષ્ટ કેસરના અનેક ફાયદાઓ. તમે આને અલગ-અલગ વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દુધ પીવાથી શારીરિક શકિત વધે છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમના નામે ઓળખવામાં આવે છે. કેસરનસ ખેતી મોટાભાગે સ્પેઈન, ઈટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઈના અને ભારતમાં થાય છે.

. સેફ્રોનનો ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધારે છે. શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. સેફ્રોન 'ક્રોકસ સેટ્ટીવમ' નામના વૃક્ષની નાની નાજુક પાંખડી ઓમાં હોય છે.

. પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહિને કેસર મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે.

. દૂધમાં કેસર નાખીને પીવાથી કાળી ચામડી દુર થઈ સફેદ ત્વચા બને છે. બાળકોને શરદી અને ફલૂની સમસ્યા હોય તો કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ફૂલથી આરામ મળે છે.

(9:46 am IST)