Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પાડોશીએ તેમના આંગણાનાં વૃક્ષ ન કાપ્યાં એટલે ભાઇએ એના પર ઘર બનાવી દીધું

મોસ્કો તા.૨૬: એક નાનકડા ટાઉનમાં ઇરિકા ચુકાનેલા નામનાં બહેનના ઘરની બહાર નાનકડો ખુલ્લો પ્લોટ હતો. તેમની બાજુમાં રહેતા યુરી સ્ટેપાનોવ નામના રિટાયર્ડ ભાઇ છેલ્લા ઘણા વખતથી ફરિયાદ કરતા હતા કે ઇરિકાના પ્લોટમાં ઉગેલાં બે પાઇનના વૃક્ષોનાં પાંદડાં અને કાંટા તેમના ઘરમાં પડે છે એટલે એ બે વૃક્ષો કપાવી નાખે. જો કે ઇરિકા એ વાત માન્યાં નહીં. રોજ કંઇક બહાના બતાવતી ઇરિકાથી કંટાળેલા યુરી પાડોશીને સબક શિખવવાનો લાગ જોઇને બેઠા હતા. એવામાં ઇરિકા અને તેનો પરિવાર દસ દિવસ માટે ફરવા ગયો. બસ, આ દિવસોનો લાભ લઇને યુરીભાઇએ પાડોશીના પ્લોટમાં ઊગેલા વૃક્ષની ઉપર એક કેબિન જેવું ઘર બનાવી દીધું. જયારે ઇરિકાનો પરિવાર પાછો આવ્યો ત્યારે આંગણામાં ઉગેલાં બે વૃક્ષોની ઉપ બામ્બૂ લગાવીને ટેકાથી લગભગ ૧૮ મીટર ઊંચે એક ઘર જ બનાવી દેવામાં આવેલું.

(11:53 am IST)